.ઈશ્વર કહે છે….
તમારા આધ્યાત્મિક જીવનનું પ્રારંભનું પગલું ગમે તેટલું નાનું હોય, અચકાઓ નહીં. કારણકે દરેક સારી વસ્તુનો આરંભ નાની ઘટનાથી જ થાય છે. ઑકનું વૃક્ષ નાનકડા અંકુર રૂપે જ જન્મે છે અને સમયાંતરે પ્રચંડ કદ માં રૂપાંતરિત થાય છે .
સૂક્ષ્મ બીજમાંથી અદ્ભુત ફૂલછોડ ખીલે છે.
પ્રેમનાં નાનકડાં બીજ જિંદગીઓ બદલી નાખે છે.
શ્રદ્ધાના અને વિશ્વાસના નાના વિચારમાંથી ચમત્કારો સર્જાય છે. નાની બાબતો મોટી ઘટનાઓનું નિમિત્ત બને છે.
જીવનની દરેક નાની બાબત પ્રત્યે કૃતજ્ઞતા અનુભવો. પછી જેમ જેમ જીવન વિકસતું જશે તેમ તમે દરેક પ્રત્યે આભારનો ભાવ અનુભવતા જશો.
આ આભાર નો ભાવ જેને આપણે અંગ્રેજીમાં “grattitude” કહીએ છીએ એ તમારા શબ્દોમાં અને કાર્યોમાં પ્રતિબિંબિત થશે.
તમારી અંદર જે “grattitude” છે તેને બહાર આવવા દો, જે લાગણી તમે બીજા સાથે વહેચોછો તેજ તમને પરત મળશે.
હંમેશાં યાદ રાખો કે આભારથી ભરેલું હ્રદય ખુલ્લું, મોકળું હોય છે અને તેમાં કામ કરવાનું મારા માટે સરળ હોય છે.
ઈશ્વર કહે છે કે હમેશા નાના નાના કાર્યો અને નાની નાની બાબતો માટે પણ આભાર માનો, દરેક બાબત પ્રત્યે કૃતજ્ઞતા અનુભવો જેથી હું તમારામાં, તમારા દ્વારા કામ કરી શકું અને મારા ચમત્કારો અને તેજને બધાંની નજર સમક્ષ મૂકી શકુ.
આવીજ અવનવી પોસ્ટ વાચવા માટે અમારી વેબસાઇટ ALLINGUJARATI.COM જોતાં રહેજો