ઈશ્વર કહે છે કે….
તમે પરિવર્તન ઇચ્છો છો કે જીવન માં કઈક ઉત્તમ મેળવવા માંગો છો? શાંતિથી, પોતાની જાત સાથે પ્રામાણિક રહી વિચારો કે શું હાલ માં તમારી પાસે જે છે તેનાથી તમને આત્મસંતોષ અને પરિતૃપ્તિનો અનુભવ થાય છે ?
શું તમને એવું થાય કે બીજા ભલે બદલાય, પણ હું જેમ છું તેમ બરાબર છું ?
જો આ તમારો દૃષ્ટિકોણ હોય તો તેને બદલવાનો સમય આવી ગયો છે. ફક્ત દૃષ્ટિકોણ નહીં, સમસ્ત જીવનને બદલવાનો સમય આવી ગયો છે. એથી હવે કોઈ પણ બાબત જે તમને પૂરો સંતોષ આપતી હોય કે પછી સર્વોચ્ચ તરફ લઈ જતી હોય, તેના સિવાય કશું તમારી સાથે રાખતા નહીં.
જેટલા તમે ખાલી હશો તેટલું વધારે સારું, કારણ કે તો જ તમારામાં નવાને આવવાની વધુ જગ્યા થશે. ઈશ્વર નું કહેવું છે કે જ્યારે તમારી પાસે કંઈ નહીં રહે, તમે પૂરેપૂરા ખાલી થશો ત્યારે હું તમારામાં પ્રવેશ કરીશ.
નવા અને પ્રગતિકારક વિચારો નુ પણ એવુજ છે, નકારાત્મક અને અધોગતિ તરફ લઈ જનાર વિચારોને ત્યજી દઈએ તોજ નવા વિચારો મન માં પ્રવેશ કરે છે.
ઈશ્વર કહે છે કે,….તમારી પાસે કંઈ રહ્યું નથી એવા વિચારથી નિરાશ ન થતા. મને પોકારો અને હું તમને મારું સમસ્ત સામ્રાજ્ય આપી દઈશ. જેઓ મારી સહાય ઇચ્છે છે, મારું માર્ગદર્શન માગે છે, જેઓ નમ્ર છે અને સાચો પ્રેમ કરે છે તેમને હું મારું સર્વસ્વ આપું છું.
પોસ્ટ ને વધુમાં વધુ શેર કરી, સકારાત્મકતા ફેલાવવાની મારી મુહિમ આગળ વધારજો🙏