Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

ચીનને જવાબ આપવા ભારત પણ કોલંબો પહોંચ્યું

Posted on October 7, 2021October 7, 2021 By kamal chaudhari 1 Comment on ચીનને જવાબ આપવા ભારત પણ કોલંબો પહોંચ્યું
આ તારીખે જન્મ લેવા વાળા બને છે પૈસાદાર, કામ કરે છે X ...

અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન ( APSEZ )એ શ્રીલંકામાં મહત્ત્વના બંદરને વિકસિત કરવાના અને સંચાલન કરવાના અધિકારો મેળવ્યા છે. અદાણી ગ્રૂપે શ્રીલંકાની સરકારી માલિકીની કંપની શ્રીલંકા પોર્ટસ ઑથોરિટી (SLPA) સાથે વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલને વિકસિત કરવા માટે આશરે  5190 કરોડનો કરાર કર્યો છે.

આ ટર્મિનલ કોલંબોમાં સ્થિત  છે. આ સાથે જ શ્રીલંકામાં કોઈ બંદરને વિકસિત કરવાના અધિકારો મેળવનાર APSEZ પહેલી  ભારતીય કંપની બની ગઈ છે. શ્રીલંકાની દરિયાઈ સીમામાં ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે કોલંબોના બંદરના સંચાલનના અધિકારો અદાણી ગ્રૂપને મળવા એ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની બાબત માનવામાં આવે છે. વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલમાં અદાણી ગ્રૂપનો હિસ્સો 51 ટકા રહેશે.

એપીએસઇઝેડ સ્થાનિક કંપની જૉન કિલ્સ હોલ્ડિંગ્સ અને એસએલપીએની સાથે મળીને ટર્મિનલને બિલ્ટ ઑપરેટર ટ્રાન્સફરના આધારે તૈયાર કરશે. કોલંબો સ્થિત આ બંદર ભારતીય કન્ટેનરો તથા મેઇનલાઇન શીપ ઑપરેટરો માટે મહત્ત્વનું માનવામાં આવે છે.

ટ્રાન્સપોર્ટેશન માટે આ બંદર તેમની પસંદગીનું છે. ઉલ્લેખનીય છે કે ચીને પોતાની બેલ્ટ એન્ડ રોડ નીતિ હેઠળ શ્રીલંકામાં વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે મહત્ત્વનું રોકાણ કર્યું છે. ચીને શ્રીલંકામાં વિવિધ યોજનાઓમાં કુલ મળીને આશરે  8 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે.

2017માં શ્રીલંકાએ કોલંબોનું હંબનટોટા બંદર ચીનને સોંપ્યું હતું. ઉલ્લેખનીય છે કે એપીએસઇઝેડ ભારતની સૌથી મોટી પોર્ટ ડેવલપર કંપની છે. ભારતની કુલ પોર્ટ ક્ષમતાના લગભગ 24 ટકા હિસ્સો APSEZ હસ્તક છે.

Current Affairs, રોચક તથ્ય Tags:APSEZ, colombo port, INDIA TO BUILD PORT AT COLAMBO IN GUJARATI, JOHN KILLS HOLDINGS, port in srilanka built by india, SLPA, SRILANKA PORTS, west container terminal, અદાણી બનાવશે શ્રીલંકા માં પોર્ટ

Post navigation

Previous Post: સેમસંગ ગેલેક્સી એફ 42 5 જી 64 એમપી મુખ્ય કેમેરા સાથે કરે છે ધમાકેદાર એન્ટ્રી.
Next Post: શક્તિશાળી બેટરી સાથે લોન્ચ થયેલ નોકિયાનું પહેલું અને બાહુબલી ટેબલેટ નોકિયા ટી 20, જાણો કિંમત.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010031
Users Today : 6
Views Today : 10
Total views : 29610
Who's Online : 0
Server Time : 2025-05-09

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers