ફિઝિયોલોજિસ્ટ ઇવાન પાવલોવે 1890ના દાયકામાં બતાવ્યું: કુતરાનું મગજ ઘંટડીને ખોરાક સાથે સાંકળવાનું શીખે છે અને લાળ ગ્રંથીઓને તે મુજબ પ્રતિભાવ આપવા સૂચના આપે છે. અને આ તેમની આદતો માં વણાઈ જવાથી તેઓનાં શરીરમાં ઘંટ પડે એટલે તરતજ જઠરાગ્ની પ્રદીપ્ત થવા લાગે છે અને લાળ પડવા માંડે છે આમ પાળેલા પ્રાણીઓને આ રીતે ટેવ પાડવાની રીતને ક્લાસિક કંડીશનિંગ કહેવામાં આવે છે.
ઉપરના ચિત્રમાં બતાવ્યા મુજબ કુતરાને ખોરાક દેખા પડતાની સાથેજ લાલ પાડવા લાગે છે, પરંતુ એ પહેલા એ કંડીશન થયેલો હોતો નથી એટલે બેલ ના અવાજનો એને કોઈ અસર પડતો જ્યારે કંડીશન કરેલો કૂતરો એટલે કે તાલીમ પામેલા કુતરાને બેલ નો અવાજ સાંભળતા ની સાથેજ ખોરાક ની યાદ આવતા લાળ પડવા ની શરૂઆત થઇ જાય છે.
આવુજ ઉદાહરણ મારા એક મિત્ર ના ઘરે પાળેલા કબૂતરો નું છે, થાળી નો અવાજ સાંભળતાજ પોતાની અગાસી માં મોતી સંખ્યા માં કબૂતરો આવી જતા હોય છે, મને અચરજ થતા મેં સવાલ પૂછ્યા બદલામાં મને કાનવા મળ્યું કે એ ભાઈએ છેલ્લા છ મહિનાથી કબૂતરોને બોલાવવા એક નવી પેટર્ન વિકસાવી છે.
એક સદી કરતાં વધુ સમય પછી, સેલમાં આજે પ્રકાશિત થયેલા એક પેપરમાં, ન્યુરોઇમ્યુનોલોજિસ્ટ અસ્યા રોલ્સે દર્શાવ્યું છે કે સમાન પ્રકારની કન્ડિશનિંગ રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓ સુધી વિસ્તરે છે.
ઉંદરમાં અદ્યતન સાધનોનો ઉપયોગ કરીને, ઇઝરાયેલમાં વૈજ્ઞાનિકોની ટીમે મગજના એવા ચેતાકોષોને ઓળખ્યા જે પેટમાં પ્રાયોગિક રીતે પ્રેરિત બળતરા દરમિયાન સક્રિય બન્યા હતા.પાછળથી, સંશોધકોએ બતાવ્યું કે તે ચેતાકોષોને પુનઃસ્થાપિત કરવાથી તે જ પ્રકારની બળતરા ફરીથી થઈ શકે છે.
“આ એક ઉત્કૃષ્ટ કાર્ય છે,” કેવિન ટ્રેસીએ કહ્યું., કે જે પોતે એક ન્યુરોસર્જન અને મેનહેસેટ, ન્યુ યોર્કમાં ફેઈનસ્ટાઈન ઈન્સ્ટીટ્યુટ ફોર મેડિકલ રિસર્ચના પ્રમુખ છે. તે “પ્રસ્થાપિત કરે છે કે રોગપ્રતિકારક મેમરીની ક્લાસિક ખ્યાલ ચેતાકોષોમાં રજૂ કરી શકાય છે.”
આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિનું પણ કૈક એવુજ છે, અગર આજે મને એક પ્રકારના વાઈરસ ને કારણે શરદી થઇ હોય તો શરીર મેમરી સેલ માં વાઈરસા ની ડેફીનીશન નો સંગ્રહ કરે છે અને એજ પ્રકારના વાઈરસ નો હુમલો ભવિષ્યમાં શરીર પર થાય ત્યારે એને એ વાઈરસ સામે નીપટવા માં સરળતા રહે છે.
નાના બાળકો ને શીતળા, ગાલપચોળિયું, પોલીયો, રોતાવાઈરસ, ક્ષય વગેરે ની વેક્સિન આપવાનો ઉદ્દેશ પણ આ રીતનું કંડીશનિંગ જ છે.
તત્કાલીન સમયમાં જે કોરોના વિરોધી રસીઓ આપવામાં આવી રહી છે એનો હેતુ પણ આજ તો છે, શું તમે કોરોના રસીના બંને ડોઝ લીધા?? અગર નહિ તો આજેજ મુકાવો અને કોરોંનાં થી રક્ષણ મેળવો.