સફરમાં જે મજા છે એ મંઝિલમાં નથી ,
મજધારમાં આનંદ છે એ કિનારામાં નથી .
હાજરી છે એમની મારા એકેક શ્વાસમા ,
નથી તો ફ્ક્ત એ મારા ભાગ્યમાં નથી .
મિલન ના પ્રસંગો ટાળુ છુ એક કારણથી ,
મજા જે વિરહમાં છે એ મુલાકાતમાં નથી .
રવિવારે મળીશ એવુ વચન આપ્યુતુ મને ,
આ એવો વાર છે જે મારા સપ્તાહમાં નથી .
મધુર શબ્દોનો આદિ બની ગયો છુ દ્રુપ ,
એટલો નશો તો આ મોંઘી શરાબમાં નથી .
-દ્રુપ