પ્રેમની વાત છોડી એ મિત્રતાની કરે તોય ઘણુય છે
આંખોમાં આંખ પરોવી વાત રજુ કરે તોય ઘણુય છે
ભલે એ મારા દિલને પથ્થર સમજતા હોય
પથ્થર પર પોતાના હસ્તાક્ષર કરે તોય ઘણુય છે
મુલાકાતની તો ક્યાં હવે થોડીપણ આશા રહી છે
આમને આમ મારુ સ્મરણ કરે તોય ઘણૂય છે
મને ખબર જ છે કે એ નથી પડવાના મારા પ્રેમમાં
હદયના દ્વાર ખખડાવી ચાલ્યા જાય તોય ઘણૂય છે
પ્રેમમાં પાગલોની સંખ્યાતો હજારોમાં હશે “ દ્રુપ “
આ તો નાનકડો શાયર બની જવાય તોય ઘણુય છે
-દ્રુપ