આદિવાસીઓનો એક તહેવાર છે ઊંદરીયો દેવ.
જેમાં ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તે મૂર્તિને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડી રાખે છે અને આ ઝોળીમાં તે મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભા રહેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા,રીંગણ, મરચાં,દૂધી, કારેલાં ઈત્યાદી શાકભાજીઓ ફેંકે છે.
ઝોડી પકડનારા બે માણસો ભાગવા માંડે છે. અને બાકીના લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે થતી ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામતી હોય છે.