હે પ્રભુ એકવાર ધરતી પર આવીને માનવી બની તો જો
પડે છે કેટ કેટલી તકલીફ એ બધુ એકવાર સહી તો જો
નથી કહેતો કે ફ્ક્ત બધુ હુ જ કરૂ છુ ને કર્યા કરૂ છુ
પરંતુ તુ એકવાર મારી જેમ દોડાદોડી કરી તો જો
કર્મો ના હિસાબને ચોપડામાં લખવા માટે છે ચિત્રગુપ્ત
અહી આવીને ઓનલાઈન અને રજીસ્ટર બેય લખી તો જો
સવારની સાંજ થઈ જાય છે થોડાક રૂપીયા કમાવામાં
એકવાર મારી જેમ ઘડિયાળનાં કાંટા પર જીંદગી જીવી તો જો
સોનાના આભુષણો પેરી બેસી રહેવુ સ્વર્ગમાં તમારે
એકવાર સવારથી સાંજ સુધી બુટ્મોજા પેરી તો જો
પોતાની રીતે કામ કરી લેવુ તો ખુબ સહેલુ હોય છે
એકવાર સરકારે આપેલા ટાર્ગેટ પુરા કરી તો જો
આ તો હદયનાં ઉભરો પ્રભુ પાસે ઠાલવુ છુ દ્રુપ બાકી
સમસ્યાઓ પળમાં ખતમ થાય દિલથી એને યાદ કરી તો જો
-દ્રુપ
👏👏👏👏