લાગણીઓને જવાબદારીના આવરણ વચ્ચે રાખુ છુ ,
એકલામાં અશ્રુઓ વહાવીને હુ આખં સાફ રાખુ છુ .
સગા અને વ્હાલાઓની વચ્ચે અવાજ નરમ રાખુ છુ ,
આ ડર નથી બસ વ્યવહારમાં સંસ્કારની ઝલક રાખુ છુ .
અજાણ્યાને પણ હંમેશા મદદ કરવાનુ રાખુ છુ ,
મગજને એકતરફ રાખી મારા દિલનુ માન રાખુ છુ .
લોકો સામેથી મદદ આપે ત્યારે અંતર થોડુ રાખુ છુ ,
કેમકે આજકાલ છેતરાવાના અનુભવ બેચાર રાખુ છુ .
અતિશય ખરાબ પરિસ્થિતિમાં હસતુ મો રાખુ છુ ,
હાથની રેખાઓ કરતા મહેનતમા વિશ્વાસ રાખુ છુ .
મુસીબતોની સામે પર્વતની જેમ અડગ ઉભો છુ ,
મહેનતની સાથોસાથ ઉપરવાળામા શ્રધ્ધા રાખુ છુ .
કહે છે “દ્રુપ” લોકો જેને ભોળો અને લાગણીશીલ ,
કારણ એટલુ જ કે હુ એક નાનકડુ દિલ રાખુ છુ .
-દ્રુપ
nice