સામગ્રી:
- ફૂલ ફેટ દૂધ-અડધો લિટર
- ખાંડ-6 ચમચી
- મિલ્ક પાવડર-3 ચમચી
- વેનીલા એસેન્સે-પા ચમચી
- ઓરીઓ બિસ્કિટ-10 નંગ
- વ્હીપક્રીમ-અડધો કપ
રીત:
- સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ, ખાંડ અને મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો.
- ત્યારબાદ તેને ગેસ ઉપર ધીમા તાપે ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો.
- ઠંડુ થાય એટ્લે એક એર ટાઈટ ડબ્બામાં ભરીને 5-6 કલાક માટે ફ્રીજરમાં સેટ કરવા મૂકો.
- સેટ થયેલા આઇસક્રીમને ફ્રીજર માથી બહાર કાઢી એક મોટી તપેલીમાં કાઢી લો.
- હવે તેમાં વ્હીપક્રીમ અને વેનીલા એસેન્સ નાખો અને બીટરની મદદથી 8-10 મિનિટ વ્હીપ કરો.
- મિશ્રણ ફૂલીને પ્રમાણમાં ડબલ થઈ જશે.
- હવે તેમાં ઓરિયો બિસ્કીટને અધકચરા ક્રશ કરી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણને એક મોટા એરટાઇટ ડબ્બામાં ભરીલો.
- ઉપરથી થોડા ક્રશ ઓરીઓ ભભરાવો અને ઢાકણ બંધ કરીને આખી રાત માટે ફ્રીજરમાં સેટ કરવા મૂકી દો.
- તૈયાર થયેલો આઇસક્રીમ સ્કૂપરની મદદથી કાઢી ઓરીઓ બિસ્કિટથી ગાર્નિશ કરીને સર્વ કરો.
તૈયાર છે ટેસ્ટી ઓરીઓ આઇસક્રીમ.