કેમ છે દોસ્ત😊
આજે સવારે ચાની ચુસ્કી મારતા મારતા એક વિચાર આવ્યો, “They will respect your self-respect, if they really love you”, જે તમને ખરેખર પ્રેમ કરતા હશે, માન આપતા હશે તેઓ હંમેશા તમારા આત્મસમ્માન નું સમ્માન કરશે.
છે ને વિચારવા જેવું,
ઘણી વાર ઈમોશનલ લેખો પુસ્તકો,ઓનલાઇન બ્લોગ અથવા યુટ્યુબ ના શોર્ટ વિડિયોઝ માં કે ઈન્સ્ટાગ્રામ ના રિલ્સ માં એવું જોવા, વાંચવા કે સાંભળવા માં આવ્યું હશે, કે ત્યાગ અને બલિદાન એટલે પ્રેમ., જે તદ્દન સાચું છે.
પણ શું આ બલિદાન ની કોઈ સીમા છે ખરી, ઘણા કિસ્સાઓમાં જોવામાં આવે છે પ્રેમ માં હોય કે દોસ્તીમાં હોય એવા બે વ્યક્તિઓ માંથી કોઈ એક બીજા વ્યક્તિ સાથે એવો દુર્વ્યવહાર કરતું જોવા મળે છે જેનાથી વ્યક્તિના આત્મ સમ્માન ને ઠેસ પહોંચે..
એક વાર, બે વાર, ત્રણ વાર એમ અનેકો વાર આ દુર્વ્યવહાર નું પુનરાવર્તન થતું રહે છે, અને બંને વ્યક્તિઓ પોતપોતાને ગળથૂથીમાં મળેલ સંસ્કારો નું પ્રદર્શન કરતા રહે છે, એક વ્યક્તિ બીજા વ્યકિતનું અપમાન કરી કરીને, અને બીજો વ્યક્તિ પહેલા વ્યક્તિ ને માફ કરી કરી ને. પણ કેટલી હદ સુધી???
મારું માનવું એ છે આપણું પાર્ટનર દોસ્ત કે આપણું પ્રેમી હોય (સાચા અર્થ માં) એ આપણને આપણા સંપૂર્ણ અસ્તિત્વ સાથે સ્વીકારતું હોય છે, આપણી ખૂબી સાથે આપણી ખામીઓને પણ સ્વીકારતું હોય છે, જરૂર પડ્યે કડવા શબ્દો બોલીને આપણને સુધારતું હોય છે, નહિ કે આપણી લાગણીઓ અને આપણા આત્મ- સમ્માન ને વારે વારે ઠેસ પહોંચાડતું હોય.
પોતાના વિચારો નીચેના કમેન્ટ બોક્સ માં વ્યક્ત કરવા નમ્ર વિનંતી, અને મારી પોસ્ટ ગમી હોય તો પોતાના દોસ્તો સાથે શેર કરવા વિનંતી😊💟🇮🇳