જન્મ તથા બાળપણ:
ભગવાન બિરસા મુન્ડા નો જન્મ ઇ.સ. ૧૮૭૫ ની સાલમા ૧૫ મી નવેમ્બર, ગુરુવાર ના દિને તે સમયના બિહાર રાજ્યના છોટાનાગપૂર વિસ્તારના ઝારખંડ ક્ષેત્રના અતી પછાત ગામ ઉલેહાતુ ગામના મુંડા પરિવારમા થયો હતો. પિતાનુ મા સુગના અને માતાનુ નામ કર્મી હતુ. જે ખુબજ પછાત અને ડુંગરાળ વિસ્તાર હતો. ભુખ અને ગરીબી ના કારણે લોકો ના હાલ બેહાલ હતા.
ઘર અને પરીવાર:
બિરસાના પિતા સુગના પાસે ઘાસ માથી બનેલી માત્ર એક નાની એવી ઝુપડી સિવાય કશુ નહોતુ. સુગના અને કર્મી આખો અખો દિવસ ભુખ્ય અને તરસ્યા રહીને કાળી મજુરી કરતા. શિયાળાના ઠંડા મોસમમા બપોરના સમયે ભગવાન બિરસાનો જન્મ ઝાડી મા થયો, કર્મી પાસે પહેરવા માટે કપડા જેમ તેમ હોય તો લપેટવા તો ક્યાથી હોય પરીણામે ખખરાના પાનમા વિટાળી તે પૂત્રને ઘેર લાવી.
આ રીતે જન્મ અને બાળપણ નો ઉછેર અત્યંત ગરીબીમા થયો હતો. ખાવાના અને પહેરવાના ફાફા હતા. ભગવાન ધીરે ધીરે મોટા થયા. ગાયો અને બકરી ચરાવવાના કામોમા લાગી ગયા. કામો કરતા કરતા તે અનેક પ્રકારની રમતો રમતા. બિરસા પોતાના બાળપણથીજ બહુજ ચબરાક અને હોશીયાર હતા. એમની ઉમ્મરના બિજા છોકરાઓ એમને પોતાના નેતા માનતા હતા.