*😄😄લાફિંગ કોર્નર😄😄*
*સાંજે પાંચ વાગ્યે બજારમાં ભીડ જોવા મળી. આ ભીડ વચ્ચે, પતિ-પત્ની એકબીજા સાથે જાહેરમાં ઝગડતાં હતાં અને લગભગ 200 લોકો રસપૂર્વક જોતાં હતાં! કેટલાંક તેનો વીડિયો બનાવવામાં મશગૂલ હતાં…!*
*વાત કંઈક એવી હતી કે, પત્ની પતિને જીદ કરી રહી હતી કે, તમે આજે કાર ખરીદો; હું તમારી બાઇક પર બેસીને બેસીને કંટાળી ગઈ છું…*
*પતિએ કહ્યું: “ગાંડી, આમ, દુનિયા સામે મારો તમાશો ન કર. મને મોટરસાયકલની ચાવી આપી દે…”*
*પત્ની: “ના, તમારી પાસે આટલા પૈસા પણ છે. આજે તમારી પાસે કાર હશે તો હું ઘેરે આવીશ…!”*
*પતિ: ” ઓ.કે. હું કાર ખરીદીશ પણ અત્યારે તો મોટરસાયકલની ચાવી આપ.*
*પત્ની: “હું ચાવી આપીશ નહીં!”*
*પતિ: “કંઈ નહીં તો હું તાળું તોડું છું.”*
*પત્ની: “ભલે,તોડી નાખો પણ ન તો તમને ચાવી મળશે કે ન તો હું સાથે આવીશ!”*
*પતિ: “એ કંઈ વાંધો નહીં, ન આવતી..” કહી તાળું તોડવા લાગ્યો… લોકોએ પણ તાળું તોડવામાં મદદ કરી! લોકોની મદદથી મોટરસાયકલ ખોલીને…*
*બાઇક પર બેસીને પતિએ કહ્યું: “તું આવે છે કે હું જાઉં…?*
*ત્યાં ઉભેલા સમજદાર લોકોએ પત્નીને સમજાવ્યું કે જાવ, આવી બાબતમાં તમારો ઘરસંસાર ન બગાડો.*
*પછી, પતિએ પ્રોમિસ આપ્યું કે, તે બાઇક વેચીને તાત્કાલિક કાર ખરીદશે. બંને વચ્ચે સમાધાન થતાં ચાલ્યાં ગયાં…*
*વાત અહીં પુરી થતી નથી…*
*અડધા કલાક પછી, તે જ જગ્યાએ પાછી ગિરદી થઈ…*
*લોકો ખીચોખીચ ભરાય છે …*
*એક કાકા ચીસો પાડી રહ્યા હતા કે…*
*”ડુપ્લીકેટ ચાવીથી કોઈ મોટરસાયકલ લઈ તે સમજ્યા પણ, ઘોળા દિવસે જાહેરમાં આટલા બધાં માણસોની હાજરીમાં તાળું તોડીને કોઈ મારું મોટરસાયકલ ચોરી ગયું તોય કોઈ બોલ્યું નહીં…!!!*
*બજારમાં સન્નાટો છવાઈ ગયો…*