[1] કાયદાનો સંક્ષિપ્ત ઇતિહાસ
પ્રસ્તુત કાનૂન મોટર વાહન ધારો, 1988 પૂર્વે મોટર વાહન ધારો, 1939 અમલમાં હતો. સદર કાયદામાં 1956, 1960, 1969, 1976, 1978, 1982 માં સુધારાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ અનુભવે એમ જણાયું કે માર્ગ વાહનવતારમાં પ્રવેશેલ નવી ટેક્નોલોજી, ઉતારૂઓની હેરની રીતમાં આવેલ પરિવર્તન, માર્ગ પરિવહનનો વિકાસ ધ્યાનમાં લેતાં, મોટર વાહન અંગે નવો કાનૂન ઘડાવો જોઈએ. જુદી જુદી સમિતિઓ જેમ કે National Transport Policy Committee, National Police Commission, Road Safety Committee, Low-Powered Two- wheelers Committee, તેમજ કાયદા પંચે માર્ગ પરિવહનનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કર્યો હતો. કેટલાક સંસદ સભ્યોએ પણ મોટર વાહન ધારો, 1939 ના સ્થાને નવો કાયદો લાવવાની હિમાયત કરી હતી.
આ હકીકત ધ્યાનમાં રાખીને કાર્યકારી જૂથ (Working group) ની 1984 માં રચના કરવામાં આવી હતી. આ જૂથે વિવિધ સંસ્થાઓએ મોટર વાહન ધારો, 1939 માં સૂચવેલ ફેરફારોનો અભ્યાસ કર્યો અને નવા કાયદાનો ખરડો તૈયાર કર્યો. રાજ્ય સરકારોનો તેના પર અભિપ્રાય મેળવવામાં આવ્યો. તમામ રાજ્યો અને સંઘ પ્રદેશોના વાહનવ્યવહાર પ્રધાનોની સભામાં તેની ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં એમ સૂચવાયું કે નીચેની બાબતોની ખાસ કાળજી લેવી ઈએ. જેમ કે
(એ) દેશમાં વ્યાપારી વાહનો અને અંગત વાહનોની સંખ્યામાં થઈ રહેલ વધારો;
(બી) વાહનવ્યવહાર ક્ષેત્રમાં ઉચ્ચ ટેક્નોલોજીના સ્વીકારની જરૂરિયાત;
(સી) ઉતારુઓની મુક્ત હેરફેરમાં કોઈ અવરોધ પેદા ન થાય;
(ડી) માર્ગ સલામતીનાં ધોરણો; પ્રદૂષણ અંકુશના માર્ગો અને ભયજનક પદાર્થોની હેરાફેરી માટેનાં ધોરણો;
(ઈ) વાહનવ્યવહાર ક્ષેત્રમાં કઈ બાબતોમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર સહકાર સાધી શકે;
(એક) વાહનવ્યવહારના ગુનેગારો પર અંકુશ.
પ્રસ્તુત કાયદો સામાજિક કડ્યાણનો કાયદો (Social welfare legislation) છે, કારણ કે વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત કે મૃતકનાં પરિવારજનોને ટૂંકા સમયમાં અને ઔપચારિકતાઓ વચ્ચે લાવ્યા વિના રાહતની જોગવાઈ કરતો કાયદો છે.’
[2] કારણો અને હેતુઓનું નિવેદન (Statement of reasons and objects)
મોટર વાહન ધારો, 1939 માં અનેક સુધારાઓ કરાયા બાદ પણ સદર કાયદો સમયની જરૂરિયાતને અનુરૂપ જગ઼ાતો ન હતો. આથી તેના સ્થાને પ્રસ્તુત નવી કાયદો ઘડાયો છે. આ કાયદો નીચેના હેતુઓ સિદ્ધ કરવાનો ઇરાદો ધરાવે છે ઃ
1. નવા પ્રકારનાં વાહનોની વ્યાખ્યાઓ ઉમેરીને વ્યાખ્યાઓનું તર્કબદ્ધિકરણ;
2. ડ્રાઇવીંગ લાયસન્સની મંજૂરી માટે કડક ધોરણો અને સમયમર્યાદાની સ્વીકૃતિ 3. મોટર વાહનના ભાગો (Parts) ના સંબંધમાં ચોક્કસ પોણો નક્કી કરવા;
4. પ્રદૂષણ અંકુશમાં રાખવા ધોરણોની સ્વીકૃતિ; 5. અધિકૃત કસોટી કેન્દ્રો (authorised testing stations) દ્વારા યોગ્યતા પ્રમાણપત્ર (fitness certificiate) જારી કરવાની જોગવાઈ;
6. નોંધણી ચિહ્ન પ્રથાનું આધુનીકરણ;
7. સ્ટેજ કેરેજ પરમિટની મંજૂરી માટે ઉદાર યોજના અને માલ વહન માટે ઓલઇન્ડિયા ટુરિસ્ટ પરમીટ; 8. જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન તરફથી વળતર યોજના (Solatium Scheme);
9. બિનકસૂર જવાબદારી’ (no fault liability) ના પ્રસંગે અને હીટ એન્ડ રન મોટર અકસ્માતોમાં વિશેષ વળતરની ભ્રુગવાઈ;
10. મોટર અસ્માતોમાં વાહનના પ્રકારને ધ્યાનમાં રાખ્યા સિવાય ભોગ બનનારાઓને વાસ્તવિક જવાબદારીના
પ્રમાણમાં વીમેદાર તરફથી વળતર ચુકવણીની જોગવાઈ, 11. ડ્રાઈવીંગ લાયસન્સ અને વાહન નોંધણી માટે રાજ્ય નોંધણીપત્રકનો નિભાવ;
12, રસ્તા સલામતી પરિષદની રચના
13. કેટલાક ગુનાઓ સંબંધમાં વધારે સખત સજાની જોગવાઈ.
[3]આ કાયદો સંપૂર્ણ કાયદો છે
(Act is a self-contained statute)
આ કાયદાથી નવા અધિકારો અને જવાબદારીઓ ઉત્પન્ન કરવામાં આવેલ છે અને તેના નિયમન (regulation) માટે વિગતવાર જોગવાઈ કરાયેલ છે. કોઈ વ્યક્તિ નિયત તમામ શરતોનું પાલન કરે, તો પણ અધિકારની રૂએ પરમીટ માટે હક્કદાર નથી. પરમીટની મંજૂરી સંપૂર્ણપણે વાહનવ્યવહાર સત્તાધિકારીની વિવેકબુદ્ધિ (discretion) ને આધીન છે અને તે કેટલાક સંજોગો પર આધારિત છે, જે મંજૂરી વખતે ધ્યાનમાં લેવાવા જોઈએ. પરમીટની મંજૂરી માટે સંપૂર્ણ પોજના કાયદામાં નિયત કરાયેલ છે. પરમીટ નામંજૂરીના હુકમ સામે અપીલ-રિવીઝનની જોગવાઈ પણ કરાયેલ છે. કોઈપણ પ્રકારની ફરિયાદના નિવારણ માટે આ કાયદામાં ભૂલ સુધારણા માટે પૂરતી જોગવાઈઓ કરાયેલ છે.
આ કાયદાથી જૂના કાયદાની ક્ષતિઓ દૂર કરવામાં આવી છે. આ સામાજિક કલ્યાણનો કાયદો છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ અસ્માતમાં ઈજા પામેલ કે મૃત્યુ પામનારના પરિવારજનોને વળતરની રાહત આપવાનો છે. ઔપચારિકતાના પાલનનો આગ્રહ રાખવામાં આવશે નહીં.
[4] કાયદાનું શીર્ષક, વ્યાપ્તિ અને પ્રારંભ ( 1) (Short title, extent and commencement of the Act)
(1) આ કાયદો મોટર વાહન ધારો, 1988 તરીકે ઓળખાશે,
(2) આ કાયદો સમગ્ર ભારતમાં લાગુ પડે છે.
(3) . આ કાયદાનો અમલ 1-7-1989 થી થયેલ છે.
સમજૂતી :
આપણે જોયું કે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ મોટર વાહન અકસ્માતમાં ઈજા પામનારને કે મૃત્યુ પામનારના વારસને વળતર ચૂકવવાનો છે. ઈજા કે મૃત્યુ બદલ વળતર ચૂકવવા પાછળનો તર્ક એ છે કે દુઃખ અને દર્દ સાથે સંબંધિત ઈજા પામનાર વ્યક્તિ કે મૃતકના વારસદારોની માનસિક સ્થિતિ ધ્યાનમાં લેવાવી જોઈએ. જુલન રાણી વિ. નેશનલ ઇન્સ્યોરન્સ *. લિ.ના કેસરે માં આ બાબતે સારો પ્રકાશ પાથરવામાં આવ્યો છે. ઈજા પામનાર પક્ષકાર કે મૃતકના વારસદારને જે દુઃખ કે દર્દ સહન કરવા પડયા હોય તેના પ્રમાણમાં અદાલતની વળતર ચૂકવવાની ફરજ છે. આ કાયદામાં અકસ્માતની વ્યાખ્યા આપવામાં આવી નથી. સામાન્ય રીતે એમ કહી શકાય કે અકસ્માત એટલે એવો અણધાર્યો અને અનિર્ધારિત બનાવ કે ગમે તેટલી દૂરંદેશિતાથી પણ નિવારી શકાય તેમ ન હોય. અકસ્માત’ની સર્વસાધારણ વ્યાખ્યા શક્ય કે વ્યવહારુ નથી, કારણ કે દરેક અકસ્માતનો બનાવ જુદાજુદા સંજોગોમાં ઉદ્ભવેલો હોઈ શકે છે.. વધુ જાણવા અહી ક્લિક કરો….