સામગ્રી
- દૂધ-અડધો લિટર
- ગુલકંદ-પા કપ
- કાજુ-10 થી 12 નંગ
- કોર્ન્ફ્લોવર-2 ચમચી
- મિલ્ક પાઉડર-3 ચમચી
- ફ્રેશ ક્રીમ-1 કપ
- રોઝ સિરપ-3 ચમચી
- ખાંડ-જરૂર મુજબ
- ગાર્નિશ માટે-ગુલાબની પાંદડી
રીત
- સૌપ્રથમ દૂધને ગરમ કરી લો.
- એક કપ દૂધ અલગ લઈ તેમાં કોર્ન્ફ્લોવર અને મિલ્ક પાઉડર ઉમેરી હલાવો.
- હવે ઉકળતા દૂધમાં તેને ધીમેથી રેડી દો.
- સતત હલાવવાનું ચાલુ રાખો.
- આ દૂધમાં ગુલકંદ, કાજુના ટુકડા અને રોઝ સિરપ મિક્સ કરો.
- સિરપ અને ગુલકંદની મીઠાશને લીધે ખાંડની મોટાભાગે જરૂર નહીં પડે, છતાં પણ જરૂર લાગે તો નાખી શકાય.
- એરટાઇટ ડબ્બામાં આખી રાત માટે ફ્રીજરમાં મૂકો.
આઇસક્રીમ જામી જાય એટલે તાજી ગુલાબની પંદડીઓ વડે સજાવી સર્વ કરો