હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ, શરણું મળે સાચું તમારૂં એ હ્યદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, ૫રમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો….(૧)
વળી કર્મના યોગે કરીને જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભકિત કરે. લક્ષચોર્યાસી બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો….(૨)
સુસંપત્તિ, સુવિચારને સત્કર્મોનો દઈ વારસો, જન્મોજન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો આ લોકને પરલોકમાં તમ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો….(૩)
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી, દો દેહ દુર્લભ માનવીનો સેવા કરવા ભાવચી. સાચું બતાવી રૂપ શ્રી રણછોડ ઘાદર્ય સ્થાપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી, આપજો… (૪)