[1] પ્રાસ્તાવિક
[2] નોંધણીની જરૂરિયાત (કે. 39)
[3] બિનકસૂરના સિદ્ધાંત પર ચોક્કસ પ્રસંગોમાં વળતર ચૂકવવાની જવાબદારી (ક. 140)
કલમનું નું ક્ષેત્ર
– કલમનાં આવશ્યક તત્ત્વો જવાબદારીનો પ્રકાર
– વીમેદારની જવાબદારી
– બેદરકારી પુરવાર કરવાની જરૂર ખરી ?
– કાયમી અસમર્થતા
વચગાળાનો ફેસલો
[4]કાયમી અસમર્થતા (કે.
– કલમનું ક્ષેત્ર સ્વાધ્યાય
141 અને કે. 142)
[1] પ્રાસ્તાવિક
પ્રસ્તુત કાયદાના અમલ પહેલા મોટર વાહન ધારો, 1939 માં બિનકસૂર સિદ્ધાંત (Principle of no fault)ના આધારે વળતર ચૂકવવાની કોઈ જોગવાઈ હતી નહીં. સર્વોચ્ચ અદાલતે 1939 ના જૂના કાયદા હેઠળ મંજુશ્રી વિ. બી. એલ. ગુપ્તાના કેસ4માં ઠરાવેલ કે વાહનવ્યવહારનો ઝડપી વિકાસ, પોતાના કોઈ વાંક (કે દોષ કે કસૂર વિના) વાહન અકસ્માતનો ભોગ બનતા નાગરિકોની ગરીબી, ફરજિયાત વીમાની જોગવાઈ, બસ વ્યવહારનું રાષ્ટ્રીયકરણ વગેરે બાબતો ધ્યાનમાં લેતાં, અપકૃત્યોના કાયદામાં બિનસૂરના સિદ્ધાંતના આધારે સુધારો થવો જોઈએ. મુંબઈ હાઇકોર્ટે જૂના કાયદા હેઠળ મરીન એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ કં. લિ. વિ. ડૉ. બાલક્રિશ્ન રામચંદ્ર નારાયણના કેસમાં “બિનકસૂર જવાબદારી” (no fault liability) સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો હતો. તે અગાઉ કેરાલા હાઇકોર્ટે કેસવન નાયર વિ. સ્ટેટ ઇન્સ્યોરન્સ ઓફિસરના કેસમાં ઠરાવેલ કે અકસ્માતનો ભોગ બનનાર માટે વાહન ચાલકની ઉપેક્ષા પુરવાર કરવાનું મુશ્કેલ હોય છે. તેણે સૂચવ્યું કે સંસદે કાયદામાં આ અંગે સુધારો કરવો જોઈએ.
1939 નાં કાયદામાં 1982 માં સુધારો કરીને કલમો 92A, 92E ઉમેરીને બિનકસૂર જવાબદારીનો સિદ્ધાંત સ્થાપિત કરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વિ. રમણભાઈના કેસ”માં ઠરાવેલ છે કે આ સિદ્ધાંત સ્પષ્ટ રીતે કોમન લૉનો એ સિદ્ધાંત નકારે છે કે મોટર વાહન અકસ્માતના પરિણામે મૃત્યુ અથવા ઈજા બદલ વળતર માટે હકદાવો કરનારે એ પુરવાર કરવું જોઈએ કે મોટર વાહનનો માલિક કે ડ્રાઇવર ઉપેક્ષા બદલ દોષિત હતો. આ કેસમાં ઠરાવાયેલ છે કે જ્યારે રાહદારીની બેદરકારી કે ઉપેક્ષા ન હોય ત્યારે તેને મોટર વાહનથી મૃત્યુ નીપજે કે ઈજા થાય અને વાહન ચાલકની ઉપેક્ષા હોય કે ન હોય, તો પણ રાહદારી કે તેના વારસદાર સામાજિક ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને વળતર મેળવવા હકદાર છે.
[2] નોંધણી જરૂરિયાત (કે. 30)
મોટર વાહન જાહેરમાં અથવા અન્ય કોઈપણ જગ્યામાં ચલાવવા માટે વાહન આ કાયદા મુજબ ફરજિયાતપણે
નોંધાયેલ હોવું જોઈએ. કે. 39 જણાવે છે કે આ કાયદા અનુસાર નોંપાયેલ હોય અને જેની પાસે નોંધણીનું પ્રમાણપત્ર (Certificate of registration) હોય તેવી વ્યક્તિ જ જાહેર જગ્યાએ કે અન્ય કોઈ સ્થળે વાહન ચલાવી શકે. આ કલમની જરૂરિયાતો નીચે મુજબ છે :
(I) આ કાયદા અનુસાર વાહનની નોંધણી થયેલ હોવી જોઈએ.
(2) વાહન નોંધણીનું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ. (3) આવું પ્રમાણપત્ર મોકૂફ કે રદ કરાયેલ હોવું ન જોઈએ.
(4) મોટર વાહન પર નિયત કરાયા મુજબ નોંધણી ચિહ્ન દર્શાવેલ હોવું જોઈએ.
ઉપરોક્ત શરતોનું પાલન થતું હોય તે સિવાય, કોઈ મોટર વાહન માલિક વાહન ચલાવી શકે નહીં કે વાહન
ચલાવવાની પરવાનગી આપી શકે નહીં. પરંતુ કેન્દ્ર સરકાર નિયત કરે તેવી શરતોને આધીન, વેપારીના કબજામાંના
મોટર વાહનને આ કલમ લાગુ પડતી નથી.
નીપણી પ્રમાણપત્ર વિના વાહન ચલાવવા બદલ કાર્યવાહી (ક. 207) ±
જ્યારે કોઈ પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકારે આ સંબંધમાં અધિકૃત કરેલ અન્ય કોઈ વ્યક્તિને એમ માનવાને કારણ હોય કે મોટર વાહન કે. 3 અથવા ક. 4 અથવા કે. 39 ના પ્રબંધોનો ભંગ કરી, અથવા કે. 66 (1) પ્રમાણે જરૂરી પરમીટ વિના અથવા તે વાહન વાપરવા માટે રૂટ કે વિસ્તાર કે હેતુને લગતી પરમીટની કોઈ શરતનો ભંગ કરીને ચલાવવામાં આવ્યું છે અથવા ચલાવાઈ રહ્યું છે તો આવા પોલીસ અધિકારી કે અધિકૃત વ્યક્તિ, વાહન કબજે લઈ અટમાં રાખી શકે અને તે હેતુ માટે વાહનની કામચલાઉ સલામત કસ્ટડી માટે પોતાને યોગ્ય લાગે તેવાં પગલાં લઈ શકે.
અહીં કે. 207 માં આ કાયદાની
(1) કે, 3 અથવા
(2) ક, 4 અથવા
(3) ૬. 39 નો ભંગ કરીને અથવા (4) ૩. 6(1) મુજબ જરૂરી પરમીટ વિના, અથવા
(5) તે વાહન વાપરવા માટેના રૂટ કે વિસ્તાર કે કેતુને લગતી પરમીટની કોઈ શરતનો ભંગ કરાયેલ હોય, – ત્યારે પોલીસ અધિકારી અથવા અધિકૃત વ્યક્તિને વાહન કબજે લઈ અટકમાં લેવાની સત્તા છે. આ કલમ મુજબ અટકમાં લેવાની સત્તા ઉપરની કોઈપણ જોગવાઈનો ભંગ કરી વાપરવામાં આવેલ હોય ત્યારે અથવા વાપરવામાં આવી રહેલ હોય ત્યારે પણ પ્રાપ્ત થાય છે. દા. ત., કે. 3માં વાહન ચલાવવા (driving) માટે લાયસન્સ ફરજિયાત ઠરાવેલ છે. એટલે કે કોઈ વ્યક્તિ વગર લાયસન્સે વાહન ચલાવે ત્યારે તે વાહન કબજે લઈ અટકમાં રાખી શકાય છે. તે જ રીતે દા.ત., ક, 4માં નીચે મુજબ પ્રબંધો છે. છે. જેમ કે -(અ) 18 વર્ષથી નીચેની કોઈ વ્યક્તિ જાહેર સ્થળે મોટર વાહન ચલાવી શકે નહીં. જો કે તેમાં સુધારો એમ કરાયેલ છે કે 16 વર્ષ ઉપરની વ્યક્તિ 50 સી.સી. એન્જિનવાળું મોટર સાયકલ જાહેરમાં ચલાવી શકે છે. વળી, કે. 4 માં એમ પણ પ્રબંધ (જોગવાઈ) કરાયેલ છે કે 20 વર્ષથી નીચેની વ્યક્તિ ટ્રાન્સપોર્ટ વાહન જાહેર સ્થળે ચલાવી શકે નહીં. એટલે કે દા. ત., 17 વર્ષની વ્યક્તિ કાર ચલાવે તો તે વાહન જપ્ત કરી શકાય છે. તે જ રીતે, 18 વર્ષની વ્યક્તિ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવે તો વાહન જપ્ત કરી શકાય છે.
આમ છતાં, આવા પોલીસ અધિકારી અથવા અધિકૃત વ્યક્તિને એમ માનવાને કારણ હોય કે આ કાયદાની કે. 3 કે કે. 4 અથવા કે, 66(1) મુજબ જરૂરી પરમીટ વગર વાપરવામાં આવેલ છે, અથવા વાપરવામાં આવી રહેલ છે, તો વાહન અટકમાં રાખવાના બદલે, વાહન નોંધણી પ્રમાણપત્ર કબજે લઈ શકે. જો વાહન નોંધણી પ્રમાણપત્ર કબજે લેવામાં આવે, તો તેની પહોંચ આપવી જોઈએ. આનો અર્થ એ થયો કે ક. 39 નો ભંગ થયેલ હોય, તો વાહન કબજે લેવું જ જોઈએ. તેને આ જોગવાઈ લાગુ પડે નહીં.
જ્યારે કોઈ વાહન કબજે લેવામાં કે અટક રાખવામાં આવેલ હોય ત્યારે મોટર વાહન માલિક અથવા તેના વાલો ધરાવતી વ્યક્તિ, વાહન વ્યવહાર સત્તાપિકારીને, વાહન છૂટું કરવા માટે અરજી કરી શકશે અને શરતોને આધીન, વાહન મુક્ત કરી શકાય. હુકમોનો અનાદર, અવરોધ અને માહિતી આપવાનો ઇન્કાર (ક. 179) : આ કાયદા હેઠળ કમ કરવાની સત્તા ધરાવતી કોઈ વ્યક્તિ અથવા સત્તામંડળના કાયદેસરનો ઇરાદાપૂર્વક અનાદર કરનાર અથવા આ કાયદા હેઠળ બજવણીનો અવરોધ કરે, તો રૂ. 500 સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે. તે જ રીતે આ કાયદા હેઠળ જે વ્યક્તિની માહિતી આપવાની ફરજ હોય તે વ્યક્તિ ઇરાદાપૂર્વક માહિતી ન આપે અથવા ખોટી હોવાનું જાણવા છતાં, કે પોતે સાચી હોવાનું ન માનવા છતાં, ખોટી માહિતી આપે, તે વ્યક્તિ પણ રૂ. 500 સુધીના દંડની શિક્ષાને પાત્ર છે. [3] બિનકસૂરના સિદ્ધાંત પર ચોક્કસ પ્રસંગોમાં વળતર ચૂકવવાની જવાબદારી (ક. 140) (Liability to pay Compensation in certain cases on the principle of no fault)
(1) જ્યારે મોટર વાહન અથવા મોટર વાહનોના ઉપયોગમાંથી થયેલ અકસ્માતમાં કોઈનું મોત નીપજે અથવા કાયમી અસમર્થતા ઉત્પન્ન થાય, ત્યારે વાહન માલિક અથવા યથા પ્રસંગ, વાહનોના માલિકો, સંયુક્ત રીતે અથવા વિભક્ત રીતે, આ ક્લમની જોગવાઈઓ અનુસાર આવા મોત અથવા આવી અસમર્થતાના સંબંધમાં વળતર ચૂકવવા જવાબદાર થશે.
(2) કોઈ વ્યક્તિના મૃત્યુના સંબંધમાં પેટા ક. (1) હેઠળ ચૂકવવાપાત્ર વળતરની રકમ રૂ. પચાસ હજાર નક્કી કરવામાં આવશે અને કોઈપણ વ્યક્તિની કાયમી અસમર્થતાના સંબંધમાં તે પેટા ક્લમ હેઠળ ચૂકવવાપાત્ર રકમ રૂ. પચ્ચીસ હજાર નક્કી કરવામાં આવશે.
(3) પેટા કં. (1) હેઠળ વળતર માટેના કોઈપણ હકદાવામાં, હકદાવો કરનારને એમ રજૂઆત અને પુરવાર કરવાની ફરજ પાડવામાં આવશે નહીં કે જેના સંબંધમાં હકદાવો કરાયેલ હોય તે મોત અથવા કાયમી અસમર્થતા, સંબંધિત વાહન અથવા વાહનોના માલિક અથવા માલિકોની કે અન્ય કોઈ વ્યક્તિના દોષપૂર્ણ કૃત્ય, ઉપેક્ષા કે કસૂરના કારણે થયેલ હતું.
(4) પેટા ક. (1) હેઠળ વળતર માટેનો હકદાવો, જેના મોત અથવા કાયમી અસમર્થતા સંબંધમાં કરવામાં આવ્યો હોય તે વ્યક્તિના દોષપૂર્ણ કૃત્ય, ઉપેક્ષા કે કસૂરના કારણે નિષ્ફળ જશે નહીં, તેમ જ આવાં મૃત્યુ અથવા કાયમી અસમર્થતાના સંબંધમાં વસૂલ કરવાપાત્ર વળતરના પ્રમાણમાં આવા મૃત્યુ અથવા કાયમી અસમર્થતા માટેની જવાબદારીમાં આવી વ્યક્તિના હિસ્સાના પોરણે ઘટાડો કરી શકાશે નહીં.
(5) વાહન માલિક કોઈ વ્યક્તિના મોત અથવા શારીરિક ઈજા માટે રાહત માટે વળતર ચૂકવવા જવાબદાર હોય તેના સંબંધમાં પેટા ક. (2) માં ગમે તે જોગવાઈ હોવા છતાં, તે પ્રવર્તમાન અન્ય કોઈ કાયદા હેઠળ પણ વળતર ચૂકવવા જવાબદાર છે : પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે અન્ય કોઈ કાયદા હેઠળ આપવાની થતી રકમ, આ કલમ અથવા ક. 163A હેઠળ ચુકવણીપાત્ર રકમમાંથી બાદ કરવામાં આવશે.
કલમનું ક્ષેત્ર (Scope of the section) : આ ક્લમ હેઠળ વળતર ચૂકવવાનો હુકમ, વળતર માટે કરવામાં આવેલ હકદાવાની અરજીમાં કરવામાં આવે છે. વળતર ચૂકવવાનો હુકમ, આ કાયદાની ક. 160 (2) હેઠળ નિયત કરાયેલ પ્રક્રિયા અનુસર્યા બાદ થયેલ હોવો જોઈએ. હુકમમાં તારણો અને કારણો જણાવવાં જોઈએ. ઓરીએન્ટલ ઇન્સ્યુરન્સ કં. લિ.ના કેસ8માં ઠરાવાયેલ છે કે વળતર ચૂકવવાનો ન્યાયપંચ (Tribunal) નો નિર્ણય કે, 166 અને ક. 173 ના અર્થમાં ફેંસલો (award) છે. આ કલમ હેઠળ હુકમ થવા માટે કોઈ વ્યક્તિનું કાં તો મોત (death) નીપજેલ હોવું જોઈએ, અથવા તેને કાયમી અસમર્થતા (permanent disablement) થયેલ હોવી જોઈએ.
સૌરભકુમાર શુકલ વિ. હુકમચંદના કેસમાં ઠરાવાયેલછે કે જો ઈજા સામાન્ય હોય, કે જેનાથી કોઈ કાયમી અસમર્થતા થયેલ ન હોય, તો આ ક્લમનો લાભ મળી શકે નહીં. આ ક્લમ લાગુ પાડવા માટેની અન્ય એક શરત એ છે કે અકસ્માતમાં બે કે તેથી વધારે મોટર વાહનો સંડોવાયેલા હોવા જોઈએ. બે કે તેથી વધારે મોટર વાહન માલિકોને સંડોવતા અકસ્માતના પ્રસંગે બંને વાહન માલિકોની વળતર ચૂકવવાની જવાબદારી સંયુક્ત (joint) અને વિભક્ત (several) છે. જ્યારે કોઈ એક વાહન માલિકની ઓળખ પ્રસ્થાપિત થઈ શકેલ ન હોય ત્યારે બીજો માલિક વળતરની પૂર્ણ રકમ ચૂકવવા જવાબદાર છે. આવા પ્રસંગે એવો બચાવ લઈ શકાય નહીં કે એક વાહન માલિકની ઓળખ પ્રસ્થાપિત થઈ શકેલ ન હોવાથી પોતે વળતરની કોઈ રકમ ચૂકવવા બંધાયેલ નથી. ક. 140 (1) માં “મોટર વાહનના ઉપયોગમાંથી ઉત્પન્ન થતો અકસ્માત” (accident arising out of the use of a motor vehicle) શબ્દો પ્રયોજાયા છે. કોઈ અકસ્માત મોટર વાહનના ઉપયોગમાંથી ઉત્પન્ન થયો છે કે કેમ તે નક્કી કરવાની કસોટી એ છે કે અકસ્માત મોટર વાહનના ઉપયોગ સાથે વાજબી રીતે નજીકનો સંબંધ ધરાવે છે કે કેમ ! બાબુ વિ. રમેસનના કેસ10માં ઠરાવાયેલ છે કે આવા પ્રસંગે વાહન ગતિમાં (in motion) હોય તે જરૂરી નથી. અકસ્માત વાહનના ઉપયોગ સાથે સંબંધિત હોવો જોઈએ. ઓરિએન્ટ ઈન્સ્યોરન્સ કં. લિ. વિ. શૈલેષ ભરતકુમાર દૂધરેજીયાના કેસ’માં ઠરાવાયેલ છે કે કસૂર (fault) નો કોઈ પુરાવો રજૂ કરાયેલ ન હોય પણ માલિકની વચગાળાની વળતર ચૂકવવાની જવાબદારીને બાધ આવતો નથી. આ તબક્કે માત્ર એટલું જોવાનું છે કે વ્યક્તિનું મૃત્યુ અથવા તેની કાયમી અસમર્થતા મોટર વાહનના ઉપયોગથી થયેલ છે કે કેમ ! મૃત્યુનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરાયેલ ન હોવાના કારણે વળતર ચૂકવવાનો ઇન્કાર કરી શકાતો નથી. મુન્સીરામ ન ડી. આનંદ વિ. પ્રવિણ સિંહ પ્રભાતસિંહના કેસ12માં ઠરાવાયેલ છે કે વળતર અરજી કે. 166 (3) હેઠળ મુદત બહાર હોવાના કારણે રદ કરાયેલ હોય, તો પણ આ કલમ હેઠળ વચગાળાનું વળતર મેળવવાના અધિકારને તેનો બાધ નડતો નથી.
ક. 140 બિનકસૂર જવાબદારીના સિદ્ધાંત પર માલિકની વળતર ચૂકવવાની જવાબદારી સાથે નિસ્બત ધરાવે છે. હકદાવો કરનાર વ્યક્તિએ (claimant) સંબંધિત વાહન કે અન્ય કોઈ વ્યક્તિના દોષપૂર્ણ કૃત્ય, ઉપેક્ષા કે કસૂરના લીધે મૃત્યુ કે કાયમી અસમર્થતા પુરવાર કરવાનું જરૂરી નથી. હકદાવો કરનારે ક. 140(1) હેઠળ વળતર મેળવવા માટે માત્ર એટલું જણાવવાનું રહે છે કે કોઈ મોટર વાહન કે વાહનોના ઉપયોગમાંથી ઉત્પન્ન થયેલ અકસ્માત મૃત્યુ અથવા કાયમી અસમર્થતામાં પરિણમેલ છે. જ્યારે ન્યાયપંચને આ બાબત ખાતરી થાય, ત્યારે ન્યાયપંચ આવા મૃત્યુ અથવા કાયમી અસમર્થતા સંબંધમાં મોટર વાહન કે વાહનોના માલિક સામે વળતર ચૂકવવાનો હુકમ કરી શકે છે. આવા સમયે ન્યાયપંચે મોટર વાહન માલિક કે માલિકોના કે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિના દોષપૂર્ણ કૃત્ય (wrongful act), ઉપેક્ષા કે કસૂરનો પ્રશ્ન તપાસવાનો હોતો નથી. મૃત્યુ પામેલના વારસદાર કે ઈજા પામનારનું સામાજિક-આર્થિક જીવન ટકાવી રાખવા માટે ન્યાયપંચ આ કલમ મારફત વળતરનો હુકમ કરીને સામાજિક ન્યાયની બાંયધરી આપે છે. લક્ષ્મીબેન પ્રવિણચંદ્ર બારોટ વિ. ઠાકોર પરબતજી બાબુજીના કેસ13 માં ઠરાવાયેલ છે કે ક. 140 હેઠળની વળતર માટેની અરજી બિનકસૂર જવાબદારીના સિદ્ધાંત પર આધારિત છે. આવા સમયે ક. 140 અને ક. 142 હેઠળનાં આવશ્યક તત્ત્વો પ્રથમ દૃષ્ટિ (Prima facie) એ પુરવાર થવાં જોઈએ. ક. 166 હેઠળની વળતર માટેની અરજીમાં પેલા પુરવાર થવી જોઈએ. આ કેસમાં ઠરાવાયેલ છે કે ક. 140 હેઠળનો નિર્ણય ક. 166 હેઠળની અરજીનો નિર્ણય કરતી વખતે ન્યાયપંચને બંધનકર્તા નથી.
કલમનાં આવશ્યક તત્ત્વો : આ કાયદો સામાજિક કલ્યાણ કાયદો (Social welfare legislation) છે. આ કાયદાનો ઉદ્દેશ મોટર વાહન અકસ્માતમાં મૃત્યુ પામનારના કાયદેસર વારસદાર અથવા ઈજાગ્રસ્તને ઝડપી આર્થિક રાહત પૂરી પાડવાનો છે. આ કલમ હેઠળ વળતર માટે કરાયેલ અરજીમાં વળતર માટે હકદાવો કરનાર વ્યક્તિએ પ્રથમ દૃષ્ટિએ નીચે મુજબનાં આવશ્યક તત્ત્વો પુરવાર કરવાં જોઈએ : એટલે કે;
(1) મોટર વાહનના ઉપયોગથી અકસ્માત થયેલ છે; (2) અકસ્માતમાં કાં તો મોત થયેલ હોવું જોઈએ, અથવા કાયમી અસમર્થતા ઉત્પન્ન થયેલ હોવી જોઈએ;
(3) વળતર માટેની અરજી અકસ્માતમાં સંડોવાયેલ વાહન માલિક સામે કરવામાં આવેલ હોવી જોઈએ;
(4) અકસ્માતમાં મૃત્યુ પામનારના કાનૂની વારસદારે અરજી કરેલ હોવી જોઈએ.
અરજીમાં મોત અથવા કાયમી અસમર્થતા મોટર વાહન માલિક કે મૃત્યુ પામનાર કે ઈજાગ્રસ્ત વ્યક્તિના દોષપૂર્ણ કૃત્ય, ઉપેક્ષા કે કસૂરના કારણે થયેલ હોવાનું પુરવાર કરવાનું જરૂરી હોતું નથી. મુખ્યત્વે વાહન માલિક વળતર ચૂકવવા જવાબદાર બને છે. કેટલાક સંજોગોમાં વીમા કંપની પણ જવાબદાર બની શકે છે. કે. 140 હેઠળની અરજીમાં ન્યાયપંચે કરવાની તપાસ સંક્ષિપ્ત (summary) પ્રકારની હોય છે. શેલ બાળા વિ. નતઈ ચંદ્ર સહાના કેસ4માં મોટર વાહન અકસ્માતમાં મૃત્યુ પામનાર માટે વળતરની અરજી સાથે પ્રથમ માહિતી અહેવાલ (FI.R.) અને હોસ્પિટલના કેસ પેપર્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં ઠરાવાયેલ કે મોટર વાહન અકસ્માતમાં થયેલ મોત પુરવાર કરવા માટે ઉપર્યુક્ત દસ્તાવેજો પૂરતા હતા. આ ક્લમ છેઠળનો હુકમ કરતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવાની એ છે કે કુદરતી ન્યાય (Natural justice) ના સિદ્ધાંતોનું પાલન થયેલ હોવું જોઈએ. નેશનલ ઇન્સ્યોરન્સ કં. લિ. વિ. આશિષના કેસ-5માં ઠરાવાયેલ છે કે આ કલમ હેઠળ વળતરનો હુકમ કરતા પૂર્વે મોટર વાહન માલિકને નોટિસ અપાયેલ હોવી જોઈએ. જવાબદારીનો પ્રકાર (Nature of liability) :
આ ક્લમથી કોઈની કસૂર (fult) જણાયેલ ન હોય તો પણ ચોક્કસ પ્રસંગોમાં મોટર વાહન માલિકની વળતર ચૂવવાની જવાબદારી નિયત કરાયેલ છે. નેશનલ ઇન્સ્યોરન્સ કં. લિ. વિ. સ્વર્ણ સિંઘના કેસમાં ઠરાવાયેલ છે કે આ કલમ હેઠળ ન્યાયપંચે વીમા કંપની જવાબદાર છે કે કેમ તે બાબતે તપાસ કરવાની હોતી નથી. તે જ રીતે, અખિલેશ કુમાર જૈન વિ. સતીશ મોહનના કેસમાં ઠરાવાયેલ છે કે આ ક્લમ હેઠળ મોટર વાહનના ડ્રાઈવરની કોઈ જવાબદારી ઉત્પન્ન થતી નથી. એક કેસ18માં બોમ્બ ધડાકાથી વાહન અકસ્માત થતાં અરજદારને કાયમી અસમર્થતા ઉત્પન્ન થયેલ હતી. કાયમી અસમર્થતા મોટર વાહનના ઉપયોગથી ઉત્પન્ન થયેલ અકસ્માતના કારણે થયેલ હતી. બોમ્બ ધડાકાનાં કારણે અકસ્માત થયેલ હોવાની હકીક્ત માલિક કે ડ્રાઇવરની જવાબદારી નક્કી કરવા માટે સુસંગત (relevant) હોઈ શકે છે. પરંતુ ક. 140 હેઠળ બિનકસૂર જવાબદારી સિદ્ધાંત હેઠળ વળતર ચૂકવવાની જવાબદારી નક્કી કરવા માટે તે હકીકત સુસંગત નથી.
બુદ્ધ રે વિ. નેશનલ ઇન્સ્યોરન્સ કં. લિ.ના કેસમાં ઠરાવાયેલ છે કે આ કલમ હેઠળ ન્યાયપંચે વચગાળાનું વળતર નક્કી કરતી વખતે ન્યાયપંચે કેસના ગુણદોષ (merits) બાબતે ઊંડા ઊતરવાનું હોતું નથી. નેશનલ ઇન્સ્યોરન્સ *. લિ. વિ. રાજુના કેસ20માં એવો બચાવ લેવાયેલ હતો કે ગુજરનાર ઉતારુ કાયદેસર ઉતારુ ન હતો. તે મફત મુસાફરી કરી રહ્યો હતો વગેરે. આ કેસમાં ઠરાવાયેલ કે વચગાળાનું વળતર નક્કી કરતી વખતે અદાલતે આ મુદ્દો નક્કી કરવાનો હ.નો નથી. આખરી સુનાવરી વખતે આ મુળે ઉઠાવી શકાય. વિમલ એસ. (શ્રીમતી) વિ. ચિકનનુમંતઆહના કેસમાં ન્યાયપંચે એમ ઠરાવેલ કે ડ્રાઇવર (એટલે કે અરજદાર પોતે જ)ની બેદરકારીથી અકસ્માત થયેલ હોવાથી અકસ્માતમાં થયેલ કાયમી અસમર્થતા બદલ વળતર માટે હક્કદાર નથી. આ કેસમાં થયેલ અપીલમાં ઠરાવાયેલ કે ન્યાયપંચે માત્ર એટલું જ જોવાનું હોય છે કે અકસ્માતના પરિણામે હકદાવો કરનાર અરજદારને કાયમી અસમર્થતા થયેલ છે કે કેમ | આ કેસમાં ઠરાવાયેલ કે આવા પ્રસંગે અરજદાર અપકૃત્યના કાયદા હેઠળ વળતર માટે હકદાર કદાચ બની ન શકે. પરંતુ આ કલમ હેઠળ વળતર માટે હકદાર છે.
યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કં. લિ. વિ. મગનલાલ હીરાભાઈ પટેલના કેસ22માં ઠરાવાયેલ છે કે આ કલમ હેઠળ વળતર મેળવવા માટેની અરજી પૂર્વે ક. 166 હેઠળની અરજી કરેલ હોવાનું અનિવાર્ય નથી. ક. 140 બિનકસૂર (no fault) જવાબદારીના સિદ્ધાંત પર આધારિત છે. જ્યારે ક. 166 કસૂરની જવાબદારીના સિદ્ધાંત પર આધારિત છે. વળી આ કાયદા હેઠળ એ પણ સ્પષ્ટ કરાયેલ છે કે વાહનનું હસ્તાંતર (transfer) કરવામાં આવે તો તેનાથી ત્રાહિત વ્યક્તિને વળતર ચૂકવવાની જવાબદારીનો અંત આવતો નથી. એ ધ્યાનમાં રાખવાનું છે કે મોટર વાહન અકસ્માતમાં મોત નીપજેલ હોય કે તે કાયમી અસમર્થતામાં પરિણમેલ હોય તો જ જવાબદારી સ્થાપિત થાય છે. શાસ્ત્રી બ્રધર્સ વિ. પાર્વતીબાઈ જૈનના કેસ’માં ઠરાવાયેલ છે કે જવાબદારી નક્કી કરતી વખતે ક. 145 (સી)માં અપાયેલ ‘જવાબદારી’ની વ્યાખ્યા ધ્યાનમાં લેવી જોઈએ. જ્યારે વાહનનો વીમો ઉતરાવેલ હોય ત્યારે વીમેદાર (insurer) પણ જવાબદાર બને છે. વીમેદારની જવાબદારી :
આ કલમમાં વીમેદાર એટલે કે વીમા કંપનીની વળતર ચૂકવવાની કોઈ જવાબદારીનો ઉલ્લેખ કરાયો નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ કલમમાં મોટર વાહન માલિક (કે માલિકો)ની જ વળતર ચૂકવવાની જવાબદારી અંગે જોગવાઈ કરવામાં આવેલ છે. આ કાયદાનો હેતુ કોઈ જાતની વિગતપૂર્ણ તપાસ કર્યા સિવાય અકસ્માતનો ભોગ બનનારને તાત્કાલિક કે ઝડપથી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. ખાસ કરીને જ્યારે પ્રસ્તુત કેસને આવરી લેતી વીમા પોલિસી અસ્તિત્વમાં હોય ત્યારે વાહન માલિકની સાથે વીમા કંપની પણ વળતર ચૂકવવા જવાબદાર બને છે. જ્યારે વીમા કંપનીએ અકસ્માતનો ભોગ બનનારને વળતર ચૂકવેલ હોય અને જ્યારે આખરે એમ નક્કી થાય કે વીમા પોલિસીથી પ્રસ્તુત કેસ (given case) આવરી લેવાયેલ નથી, ત્યારે આવા સંજોગોમાં ભોગ બનનારે વળતરની રકમ વીમા કંપનીને પરત ચૂકવવાની (refund) હોતી નથી. પરંતુ વીમા કંપની તે રકમ વાહન માલિક પાસેથી વસૂલ કરવા હકદાર બને છે.
આ કલમમાં ભલે માત્ર વાહન માલિકની વળતર ચૂકવવાની જવાબદારીનો જ ઉલ્લેખ કરાયો હોય (અને વીમા કંપનીની જવાબદારીનો કોઈ ઉલ્લેખ ન હોય) તો પણ ક. 145 ની રૂએ (by virtue of section 145) વાહન માલિક સાથે વીમા કંપની પણ વળતર ચૂકવવાને જવાબદાર બને છે. ભગવાનદાસ વિ. ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કે. લિ.ના કેસ4માં એક ટ્રેકટર ઉથલી પડતાં ઉતારનું મોત નીપજેલ હતું. વીમા કંપનીએ એવો બચાવ ઉઠાવ્યો કે વીમા પોલિસી અંતર્ગત ટ્રેકટરના ઉતારના જોખમનો સમાવેશ કરાયેલ ન હોવાથી વીમા કંપની વળતર ચૂકવવા જવાબદાર નથી. આ કેસમાં ઠરાવાયું કે ટ્રેકટર અકસ્માત જાહેર સ્થળે ટ્રેકટરના ઉપયોગથી થયેલ હોવાથી વીમા કંપની વચગાળાનું વળતર ચૂકવવા જવાબદાર છે. આ કેસમાં વધુમાં ઠરાવાયેલ કે વીમા કંપની પોલિસીની શરતો મુજબ વળતર માટે જવાબદાર છે કે કેમ તે પ્રશ્ન આખરી ચુકાદા (final award) આપવાના સમયે નક્કી કરવામાં આવશે.
આ કલમ હેઠળ જ્યાં સુધી વીમા કંપનીની ફરજો વીમો ઉતરાવેલ વ્યક્તિ તરફની પ્રસ્થાપિત થાય નહીં ત્યાં સુધી વીમા કંપની જવાબદાર થતી નથી. એક બાબત સ્પષ્ટ છે કે જ્યારે પોલિસી મુજબ વીમા કંપનીની જવાબદારી સ્પષ્ટપણે બાકાત (exclude) કરાયેલ હોય ત્યારે વીમા કંપની જવાબદાર નથી. ઓરીએન્ટલ ફાયર એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ કં. લિ. વિ. જન્ના બાઈ કેસમાં ઠરાવાયેલ છે કે જ્યારે મોટર વાહન અકસ્માતના પરિણામે ગુજરનારનું મોત થયા બાબત કોઈ તકરાર ન હોય અને અકસ્માત સમયે વાહનનો વીમો ઉતરાવેલ હોય ત્યારે વીમા કંપની જવાબદાર છે. અયુબ મહમદના કેસ26માં પ્રીમિયમ ચૂકવાયેલ ન હોવાથી વીમા કંપનીએ વળતર ચૂકવવાની જવાબદારીનો ઇન્કાર કર્યો હતો. આ કેસમાં વીમા કંપનીનો બચાવ નકારાયી હતો. જ્યારે સ્પષ્ટ રીતે પોલિસી મુજબ વીમા કંપનીની જવાબદારી થતી ન હોય, ત્યારે વીમા કંપનીને જવાબદાર ઠરાવી શકાય નહીં. યુનાઈટેડ ઈન્સ્યોરન્સ કં. વિ. ઇમ્મામ અમ્માસાબના કેસ”માં ઠરાવાયેલ છે કે જ્યારે પ્રથમ દૃષ્ટિએ પોલિસીની શરતો મુજબ વીમા કંપની જવાબદાર હોવાનું જણાતું હોય ત્યારે વીમા કંપની વિરુદ્ધ વળતર ચૂકવવાનો શરતી હુકમ કરી શકાય છે. આખરી ચુકાદા (final award) સમયે વીમા કંપનીએ ચૂકવેલ વળતર રકમ વાહન માલિક તરફથી ભરપાઈ થવાનો હુકમ કરી શકાય છે. બેદરકારી (કે ઉપેક્ષા) પુરવાર કરવાની જરૂર ખરી ?
પેટા કં. (1) જણાવે છે કે જ્યારે મોટર વાહન અથવા મોટર વાહનોના ઉપયોગથી થયેલ અકસ્માતમાં કોઈનું મોત નીપજે અથવા કાયમી અસમર્થતા ઉત્પન્ન થાય, ત્યારે વાહન માલિક, અથવા યથાપ્રસંગ, વાહનોના માલિકો, સંયુક્ત રીતે અથવા વિભક્ત રીતે, કે. 140 ની જોગવાઈઓ અનુસાર આવા મોત કે કાયમી અસમર્થતા બદલ વળતર ચૂકવવા જવાબદાર છે. પેટા ક. (3) સ્પષ્ટ ઠરાવે છે કે વળતર માટેની અરજીમાં હકદાવો કરનારે (claimant) સંબંધિત વાહન માલિક અથવા વાહનોના માલિકો કે અન્ય કોઈ વ્યક્તિના દોષપૂર્ણ કૃત્ય (wronglul act), બૈદ્રરકારી (ઉપેક્ષા- negligence) કે કસૂર (default)ની રજૂઆત કરવાની કે તે પ્રસ્થાપિત કરવાની જરૂર નથી. આ કલમ હેઠળ બિનકસૂર જવાબદારી (no fault liability) ના સિદ્ધાંત હેઠળ અકસ્માતનો ભોગ બનનારે કે મૃતકના કાનૂની વારસદારે ડ્રાઇવરની બેદરકારી, કસૂર કે દોષપૂર્ણ કૃત્ય પુરવાર કરવાની જરૂર નથી. અકસ્માત કદાચ ભોગ બનનાર (Victin) અથવા મૃતક (deceased) ની બેદરકારીથી થયેલ હોય તો પણ આ કલમ હેઠળ બિનકસૂર જવાબદારીના સિદ્ધાંત અન્વયે વળતર ચૂકવવાની જવાબદારી ઉપસ્થિત થાય છે.
હકદાવો કરનારે આ કલમ હેઠળ વળતર મેળવવાની અરજીમાં નીચેની બાબતો પુરવાર કરવાની જરૂર રહે છે ઃ
(1) મોટર વાહન અકસ્માતથી મોત અથવા કાયમી અસમર્થતા થયેલ છે;
(2) પ્રસ્તુત વાહન અકસ્માતમાં સંડોવાયેલ છે; અને
(3) જો વાહનનો વીમો ઉતરાવેલ હોય તો તે મુજબનું કથન અને તેની સાબિતી.
અપકૃત્યજન્ય જવાબદારી (tortious liability) ના પ્રસંગે ડ્રાઇવરની બેદરકારી પુરવાર કરવાની રહે છે. જ્યારે આ કલમ બિનસૂર જવાબદારીના સિદ્ધાંત પર રચાયેલી હોવાથી બેદરકારી પુરવાર કરવાની જરૂર રહેતી નથી. પેટા કે. (4) માં જણાવાયેલ છે. કે વળતર માટેનો હકદાવો જેના મોત કે કાયમી અસમર્થતાના સંબંધમાં કરવામાં આવ્યો હોય તે વ્યક્તિના દોષપૂર્ણ કૃત્ય, ઉપેક્ષા કે કસૂરના કારણે નિષ્ફળ જશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો મૃતક અથવા ઈજાગ્રસ્તની ઉપેક્ષા, દોષપૂર્ણ મૃત્યુ કે કસૂરના કારણે અકસ્માત થયેલ હોય અને તેના પરિણામે મોત કે કાયમી અસમર્થતા નીપજેલ હોય (અને જેના સંબંધમાં હકદાવો કરાયેલ હોય) તો પણ આ ક્લમ હેઠળ વળતર ચૂકવવાની જવાબદારીમાં કાંઈ ફેરફાર થતો નથી. પેટા કલમ (4) વધુમાં એ પણ સ્પષ્ટ કરે છે કે આવા મોત કે કાયમી અસમર્થતા માટેની જવાબદારીમાં આવી વ્યક્તિના દોષપૂર્ણ કૃત્ય, ઉપેક્ષા કે કસૂરના કારણે કોઈ ઘટાડો કરી શકાશે નહીં. કાયમી અસમર્થતા (Permanent disability) :
આ કલમ હેઠળ વળતરનો લાભ મોટર વાહન અકસ્માતમાં થયેલ (1) મોત અથવા (2) કાયમી અસમર્થતાના પ્રસંગોમાં જ મળી શકે છે. મોતના પ્રસંગે આ રકમ રૂ. પચાસ હજાર અને કાયમી અસમર્થતાના પ્રસંગે આ રકમ રૂ. પચ્ચીસ હજાર પેટા ક. (2) થી નિયત કરાયેલ છે. ક. 142 માં કાયમી અસમર્થતાની વ્યાખ્યા આપવામાં આવેલ છે અને તેમાં ત્રણ પ્રસંગો વર્ણવવામાં આવેલ છે. (જુઓ ક્લમ 142) ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કં. વિ. મુરેગનના કેસ28માં ઠરાવાયેલ છે કે મોટર વાહન અકસ્માતમાં એક આંખ ગુમાવાય, અથવા શ્રવણશક્તિનો નાશ થાય અથવા કોઈ સાંધા (joint) નો નાશ થાય કે મોં વિકૃત થાય તો તેને કાયમી અસમર્થતા ગણવામાં આવશે. મમતાબાઈ વિ. ચરણજીતના કેસ39માં તબીબી પ્રમાણપત્રમાં સ્પષ્ટ જણાવાયેલ કે સાંધો અકડાઈ જવાથી કાયમી અશક્તિ આવેલ છે. તેમાં fracture નો કોઈ ઉલ્લેખ હતો નહીં. આ કેસમાં ઠરાવાયેલ કે પ્રસ્તુત બનાવ ક. 142 (બી) હેઠળનો છે અને તેને કાયમી અસમર્થતા ગણાય.
વચગાળાનો ફેંસલો (Interim award) :
આ કાયદાનો હેતુ અકસ્માતનો ભોગ બનનારને ઝડપી નાણાકીય રાહત આપવાનો છે. જ્યારે ડૉક્ટરે કાયમી અસમર્થનાનું પ્રમાણપત્ર આપેલ હોય, ત્યારે વચગાળાની રાહત (interim relief) નો ઇન્કાર કરી શકાય નહીં. આ કલમ હેઠળ વળતર ચૂકવતી વખતે વાહનનો ડ્રાઇવર બેદરકાર હતો કે કેમ તે સુસંગત (relevant) બાબત નથી. પ્રાઇવરની બેદરકારી તે અંગેની તપાસ થયા બાદ અને આખરી ચુકાદા (final award) વખતે નક્કી કરવાની હોય છે. એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે અકસ્માત બદલ ડ્રાઇવર સામે થયેલ ફોજદારી કેસનાં તારણો આ કલમ હેઠળની કાર્યવાહી સામે ધ્યાનમાં લેવાનાં હોતાં નથી. રાજકુમારી વિરુદ્ધ લજજારામ ગુપ્તાના કેસ30માં ઠરાવાયેલ છે કે, ન્યાયપંચ જ્યારે ફોજદારી કેસનાં તારણો ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવાનો ઇન્કાર કરે ત્યારે ન્યાયપંચનો આવો હુમ રદ થવા પાત્ર છે.
જ્યારે અકસ્માત થયાની હકીકતનો ઇન્કાર કરવામાં આવે ત્યારે અકસ્માત થયેલ છે કે કેમ તે બાબત ન્યાયપંચે તપાસ યોજવી જોઈએ. એક વખત ન્યાયપંચ એવા તારણ પર આવે કે અકસ્માતમાં અમુક વાહન કે વાહનો સંડોવાયેલ હતાં ત્યારે, ન્યાયપંચે બિનકસૂર જવાબદારીના સિદ્ધાંત આધારે વચગાળાનો ફેંસલો જાહેર કરવો જોઈએ. બિનકસૂર જવાબદારી સિદ્ધાંતનો આધાર વાહનના ડ્રાઇવરની બેદરકારી નહિ, પરંતુ અકસ્માતમાં વાહનની સંડોવણી છે. જ્યારે અકસ્માતમાં બે કે તેથી વધારે વાહનો સંડોવાયેલ હોય ત્યારે ન્યાયપંચે આ ક્લમ હેઠળ ક્યા વાહનનો ડ્રાઇવર વધારે જવાબદાર હતો તે અંગે નિર્ણય જાહેર કરવાનો હોતો નથી. કિશનલાલ વિરુદ્ધ નવીનકુમાર)ના કેસમાં કાયમી અસમર્થતા અંગે તબીબી પ્રમાણપત્ર (Medical certificate) રજૂ કરાયેલ હોવા છતાં ન્યાયપંચે કાયમી અસમર્થતાનો પ્રશ્ન આખરી 11 તબક્કે નિર્ણિત કરવાનું નક્કી કરી વચગાળા વળતર ચૂકવવાનો ઇન્કાર કર્યો હતો. ન્યાયપંચના સદર હુકમ સામે થયેલ અપીલમાં એવી રજૂઆત કરવામાં આવી કે, કાયમી અસમર્થતાના પ્રશ્નની વિચારણા મોકૂફ રાખવાથી આ કલમનો શ્વેતુ નિષ્ફળ જાય. આ કેસમાં ઠરાવવામાં આવેલ કે, તબીબી પ્રમાણપત્ર પ્રથમદર્શીય (Prima facie) પુરાવો છે અને વચગાળાના ફેંસલાથી તત્કાળ રાહત આપવાના હેતુથી તેના પર વિચારણા થવી જોઈતી હતી. આ કલમ અનુસાર અદાલતમાં જમા કરાવવામાં આવેલ રકમ જે અન્ય કોઈ વિવાદ ન હોય તો, હકદાવો કરનારને તરત જ ચૂકવી આપવી જોઈએ. જ્યારે ન્યાયપંચને અકસ્માતમાં વાહનની સંડોવણી હોવાની ખાતરી થાય ત્યારે ચૂકવવાનો હુકમ કરવો જોઈએ. +
વચગાળાના ફેંસલાથી વળતર
[4] કાયમી અસમર્થતા (Permanent disability) મૃત્યુ અથવા કાયમી અસમર્થતા માટે વળતરનો હકદાવો કરવા અન્ય અધિકાર સંબંધમાં જોગવાઈઓ (ક. 141) :
(1) કોઈ વ્યક્તિના મોત અથવા કાયમી અસમર્થતા સંબંધમાં કે. 140 હેઠળ વળતરનો હકદાવો કરવાનો અધિકાર, ક્ર. 163A માં ઉલ્લેખિત યોજના હેઠળ બિનકસૂર સિદ્ધાંતના અધિકાર તરીકે ઉલ્લેખિત કદાવાના અધિકાર સિવાય, આ કાયદો અથવા પ્રવર્તમાન અન્ય કોઈપણ કાયદા હેઠળ વળતરના હકદાવા ઉપરાંત રહેશે. (2) કોઈપણ વ્યક્તિના મોત અથવા કાયમી અસમર્થતાના સંબંધમાં ક. 140 હેઠળ વળતર માટેનો કદાવાનો શક્ય તેટલી જલદીથી નિકાલ કરવામાં આવશે અને ક્લમ 140 હેઠળ આવા મોત અથવા કાયમી અસમર્થતાના સંબંધમાં અથવા કસૂરના સિદ્ધાંત બાબતના અધિકાર મુજબ વળતર માગવામાં આવેલ હોય ત્યારે, ક. 140 હેઠળના વળતર માટેના હક્કદાવાના, ઉપર જણાવ્યા મુજબ સૌ પ્રથમ નિકાલ કરવામાં આવશે.
(3) પેટા કલમ (1) માં ગમે તે જોગવાઈ કરવામાં આવેલ હોવા છતાં, જ્યારે ક. 140 હેઠળ વળતર ચૂકવવા જવાબદાર કોઈ વ્યક્તિ, કસૂરના સિદ્ધાંતના અધિકાર મુજબ પણ વળતર ચૂકવવા જવાબદાર હોય ત્યારે આવી રીતે જવાબદાર વ્યક્તિ પ્રથમ નિર્દિષ્ટ કરાયેલ વળતર ચૂકવવા જવાબદાર બનશે અને (એ) જો પ્રથમ નિર્દિષ્ટ કરાયેલ વળતરની રકમ, બીજા નિર્દિષ્ટ કરાયેલ વળતરની રકમ કરતાં ઓછી હોય તો, (પ્રથમ નિર્દિષ્ટ કરાયેલ વળતર ઉપરાંત) પ્રથમ નિર્દિષ્ટ વળતરની રકમ કરતાં વધારે હોય તેટલી જેટલી જ બીજી નિર્દિષ્ટ કરાયેલ વળતરની રકમ ચૂકવવામાં આવશે; (બી) પ્રથમ નિર્દિષ્ટ કરાયેલ વળતરની રકમ બીજા નિર્દિષ્ટ કરાયેલ વળતરની રકમ જેટલી જ વધુ હોય તો તે બીજા નિર્દિષ્ટ કરાયેલ વળતર ચૂકવવાને જવાબદાર બનશે નહિ. રકમ હોય અથવા તેથી કાયમી અસમર્થતા (ક. 142) (Permanent disability) : આ પ્રકરણના હેતુઓ માટે, કોઈ વ્યક્તિની કાયમી અસમર્થતા કે, 140 ની પેટાકલમ (1) માં નિર્દિષ્ટ કરાયેલ અકસ્માતમાંથી પરિણામી હોવાનું ગણાશે. પરંતુ આવી વ્યક્તિને, અકસ્માતના કારણે (એ) બેમાંથી કોઈપણ એક આંખની દૃષ્ટિની કાયમી વંચિતતા અથવા કોઈ એક કાનની શ્રવણશક્તિની કાયમી ખામી અથવા કોઈપણ અંગ અથવા સાંધાની ખામી વાળી; અથવા (બી) કોઈપણ અવાવ અથવા સાંધાની શક્તિનો નાશ થયો હોય અથવા કાયમી ખામી હોય તેવી; અથવા (સી) મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ, કોઈ ઈજા અથવા ઈજાઓ થયેલ હોવી જોઈએ.
કલમનું ક્ષેત્ર:
ક્લમ 140 માં મોટરવાહન અકસ્માતમાં થયેલ મૃત્યુ કે કાયમી અસમર્થતાના પ્રસંગે મૃતકના કાયદેસર વારસદાર અથવા ઈજા પામનારને વળતરનો અધિકાર બિનકસૂર જવાબદારીના સિદ્ધાંતના આધારે ઉત્પન્ન થાય છે. આ કલમમાં કાયમી અસમર્થતાની વ્યાખ્યા આપવામાં આવી છે. કાયમી અસમર્થતા સંપૂર્ણ રીતે તબીબી સ્થિતિ નથી. જ્યારે કોઈ વ્યક્તિને લાભદાયક પ્રવૃત્તિ (gainful activity) માં સંલગ્ન રહેવાની શક્તિમાં ઘટાડો થાય ત્યારે તેને કાયમી અસમર્થતા કહેવાય. આમ, કાયમી અસમર્થતા શરીરના કોઈ ભાગનો ઉપયોગ કરવાને થયેલ કાયમી નુકસાન કે ખોટને લાગુ પડે કે છે. જ્યારે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલ સામગ્રી પરથી અદાલતને પ્રથમ દૃષ્ટિએ એમ ખાતરી થાય કે આ કલમમાં વ્યાખ્યા અપાયા મુજબની કાયમી અસમર્થતા ઉત્પન્ન થયેલ છે, ત્યારે આ કલમ હેઠળ વળતર ચૂકવવાનો હુકમ થવો જોઈએ. જ્યારે ન્યાયપંચને પ્રથમ દૃષ્ટિએ આ કલમમાં વ્યાખ્યા અપાયા મુજબની કોઈપણ પ્રકા૨ની અસમર્થતા જણાય નહિ, ત્યારે કલમ 140 હેઠળ રાહતનો ઇન્કાર કરવામાં આવશે. ક. 140 હેઠળ વળતરનો હુકમ થવા માટે વાહન અકસ્માતમાં થયેલ ઈજા કાયમી અસમર્થતામાં પરિણમેલ હોવાનું જરૂરી છે.
સૌરભ કુમાર શુકલ વિરુદ્ધ હુકમચંદના કેસ32માં ઠરાવવામાં આવેલ છે કે મોટર વાહન અકસ્માતમાં થયેલ ઈજા સામાન્ય હોય તો ક. 140 હેઠળ કોઈ રાહત કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. સુરેશબાબુ વિ. હરગોવિંદના કેસ33માં અરજદારના સ્કૂટરને અકસ્માત થયેલ હતો. અરજદારને થયેલ કાયમી અસમર્થતા બાબત કોઈ પુરાવો રજૂ કરાયો ન હતો. અરજદારની દરેક ક્રિયા સામાન્ય હતી. અરજદારને સારવાર માટે કોઈ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી ન હતી. તેને થયેલ ઈજા તદ્દન ક્ષુલ્લક પ્રકારની અને તેની પોતાની બેદરકારીના કારણે જ થયેલ હતી. આ કેસમાં ઠરાવવામાં આવેલ કે અરજદાર કોઈ વળતર મેળવવા હકદાર નથી. સંતોષકુમાર વિ. સંજય મોરેના કેસ34માં ઠરાવવામાં આવેલ છે કે, જ્યારે મસ્તક અથવા મુખની વિકૃતિ કાયમી સ્વરૂપની હોય ત્યારે તે કાયમી અસમર્થતા છે અને તેનાથી તે વ્યક્તિની સક્ષમતાને કોઈ અવળી અસર ન થયેલ હોવાની રજૂઆત અસ્વીકાર્ય છે.