ઘરેથી ટ્રાન્સલેશન કરનારા રોજિદા 5-6 ક્લાક કામ કરે છે, મોટાભાગના કિસ્સામાંશબ્દદીઠ રૂ.૩-૪ પ્રતિ શબ્દ કમાઈ શકો છો.
૧. કોણ કરી શકે છે ટ્રાન્સલેશન સર્વિસ?
એવા લોકો કે ઓછામાં ઓછી બે ભાષાનું જ્ઞાન ધરાવતા હોવ તેઓ ટ્રાન્સલેશન સર્વિસ શરૂ કરી શકે છે. જેમાં બે ભાષાઓમાંથી એક તમારી માતૃ ભાષા હિન્દી, ગુજરાતી, મરાઠી વગેરે હોય શકે અને બીજી અંગ્રેજી. ભારતમાં અનુવાદનું મોટાભાગનું કામ અંગ્રેજીમાં હોય છે. જો તમારી પાસે કોઈ વિષય ફાઈનાન્સ, આઈટી, હેલ્થ વગેરેનું જ્ઞાન હોય તો તમે તેમાં કુશળતા અજમાવી શકો છો.
૨. કેવી રીતે કરશો શરૂઆત?
જો તમે જે ભાષામાં કામ કરવા માગતા હોવ તેના સંબંધિત કન્ટેટનું અને તેના પર અનુવાદ અભ્યાસ માટે કરી લો, અને તેના પર પોતાના આસપાસના લોકો પાસેથી ફિડબેક લઈ શકો છો. એ ફિડબેક સારો રહ્યો તો તમે કામ મગાવવા માટે કોઈ ક્લાયન્ટનો સંપર્ક સાપી શકો છો. તેમને પોતાની કુશળતા વિશે જણાવો. તેઓ તમારી પાસે ટ્રાન્સલેશન માટે સેમ્પલ મંગાવી શકે છે.
૩. કયાંથી મળશે કામ ?
પબ્લિકેશન હાઉસ ટ્રાન્સલેશન એજન્સીઓ, પીઆર એજન્સીઓ, સરકારી વિભાગ મુખ્ય રૂપે આ પ્રકારની સેવાઓ આપે છે. તમે ગુગલ પર સર્ચ કરી શકો છો. તદુપરાંત લિંક્ડઈન પર સર્ચ કરી તેમનો સંપર્ક સાધી શકો છો. કામની ક્યારેય અછત સર્જાઈ નથી. સતત કામ મળતું રહે છે. તમે પ્રોજ, ટ્રાન્સલેટર્સ છે અને અપવર્ક જેવી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
કેવા પડકારો નડી શકે? લેશનનું કામ ડિમાન્ડિંગ છે. સામાન્ય રૂપે તેની ટાઈટ ડેડલાઈન હોય છે. એવામાં અસાઈનમેન્ટ સ્વીકાર્યા બાદ તેને સમયમર્યાદાની અંદર પૂર્ણ કરવુ જરૂરી છે. આમ ન કરવા પર માર્કેટમાં તમારું નામ ખરાબ થઈ શકે છે. નવુ કામ મળવુ મુશ્કેલ બને છે. જેથી તમારી પાસે ભાષા ઉપરાંત સંબંપિત વિષય પર ઉંડાણમાં માહિતી હોવી જરૂરી છે.
૪. કેટલું રોકાણ જરૂરી ?
તમે ઝીરો રોકાણ સાથે શરૂઆત કરી શકો છો. મોબાઈલ ટેક્નોલોજી, અને ઈન્ટરનેટ ટ્રાન્સલેશનનો બિઝનેસ સરળતાથી બનાવી શકો છો. માત્ર મોબાઈલ ફોનની મદદથી અનુવાદનું કામ શરૂ કરી શકો છો. જો કે, માટે લેપટોપ અથવા ડેસ્કટોપનીમદદ લેવી પડશે. જો તમે આ પ્રોફેશનમાં આગળ વધવા માગતા હોવ તો કેટ ટૂલ, સબટાઈટલ સોફ્ટવેરમાં રોકાણ કરી શકો છો.
૫. કેટલી કમાણી સંભવિત?
તમે ટ્રાન્સલેશન કેરિયરની શરૂઆત 1000 શબ્દ પ્રતિ દિવસથી કરી શકો છો. અનુભવી ટ્રાન્સલેટર એક દિવસમાં 3000 શબ્દ ટ્રાન્સલેટ કરી શકે છે. ટ્રાન્સલેશન મારફત શરૂઆતમાં 5થી 10 હજાર કમાઇ શકો છો. અનુભવ થયા બાદ 50હજારથી લાખ સુધીની કમાણી થઈ શકે છે.
આશા રાખીએ છીએ કે તમને ઉપરની માહિતી મદદરૂપ થઈ હશે.