ઈશ્વર કહે છે,
રોજ સવારે નવા બનીને, નવી તાજગી લઈને ઊઠો, પ્રકાશિત નવા દિવસમાં સર્વોત્તમની અપેક્ષા રાખો અને સર્વોત્તમથી ઓછું કશું જ ન સ્વીકારો.
ફૂલ જેવા હળવા થઈ જાઓ અને બધું મને સોંપી દો.
કદી તાણ કે દબાણ સાથે દિવસની શરૂઆત ન કરો.
આત્માને ફરી નવો અને શક્તિશાળી બનાવવા માટે નિદ્રાધીન થાઓ, વિશ્રાંતિ મેળવો.
દિવસની શરૂઆત હૃદયને પ્રેમ અને કૃતજ્ઞતાથી ભર્યું ભર્યું બનાવવાથી કરો.
નવા દિવસના સ્વાગતમાં નવી, મહિમાપૂર્ણ આશાઓની દિશામાં પહેલું પગલું ભરો.
આજનો દિવસ શુદ્ધ છે, કોઈ વિરૂપતા, કોઈ ડાઘ વગરનો – તેને એવો જ શા માટે ન રહેવા દેવો ?
તમારી ચેતનાને સર્વોચ્ચની તરફ ઉન્નત રાખો અને દિવસના ઊઘડવાની સાથે ખૂલતા આવા અદ્ભુત બનાવોને આંખમાં ભરી લો.
ગઈ કાલને એની બધી ભૂલો અને નિષ્ફળતાઓ સાથે પાછળ છોડી દો અને પાનું પલટાવો, આ નવા દિવસના માર્ગમાં જૂનાને ખેંચી લાવવાની શી જરૂર છે !
ગઈ કાલમાંથી શીખવાના હતા તે પાઠ શીખી લીધા એટલે બસ..
ગઈ કાલ ના શિખેલા પાઠમાં એટલા બધા અટવાઈ ન જાઓ કે તમે નવા પાઠ એટ્લે કે અનુભવ ની અંદર હળવા અને ઉલ્લાસપૂર્ણ હૃદયથી પ્રવેશ ન કરી શકો.
આવીજ અવનવી પોસ્ટ વાંચવા માટે લૉગ ઑન કરો અને મિત્રો સાથે શેર કરો ઓલ ઇન ગુજરાતી ડોટ કોમ