દરેક કણમાં ને દરેક ક્ષણમાં એ દેખાય છે ,
હાજરી એમની પળેપળમાં અનુભવાય છે .
દિલ જોડાયા હશે લાગણીના તાતણાં થી,
અમથી એકની પીડા બીજાને અનુભવાય છે .
સાથે વિતાવેલી ક્ષણો વાગોળી હશે એમણે ,
આંખલડી એની સહેજ ભીની વરતાય છે .
કદાચ આ પ્રેમમાં પ્રેમથી પણ વધુ કંઈક હશે ,
દેહ સ્પર્શ વિના જ લાગણી માં પલળાય છે.
જૂની યાદોને મેં સંઘરી છે દિલના એક ખૂણામાં ,
યાદ કરું ” દ્રુપ ” તો ધબકારા ચુકી જવાય છે .
– ” દ્રુપ ”
♥️
આરપાર