દિલનો મરીઝ છુ ને દિલની દવા લેવા આવ્યો છુ ,
પીરસાયા છે જે આંખોના જામ એ પીવા આવ્યો છુ .
કાતિલ છે એમનુ સ્મિત એ વાત ફેલાઈ છે શહેરમાં ,
એમના સ્મિત સામે મારુ દિલ હારવા આવ્યો છુ .
એમનો સ્પર્શ એટલે સ્વર્ગમાં રહેવાનો અનુભવ ,
આ ધરતી પર સ્વર્ગનો અનુભવ લેવા આવ્યો છુ .
એમને જોયા પછી નથી રહ્યુ ખરા ખોટાનુ ભાન ,
લીલા જંગલોમાં ઝાંઝવાને શોધવા આવ્યો છુ .
નફરતમાં જ આખી જીદંગી વિતાવી નાખી મે તો ,
દ્રુપ અહી પ્રેમની બે ચાર ક્ષણ જીવવા આવ્યો છુ .
-દ્રુપ