વરસતી વાદળી જોઈ વિતાવેલ સમય યાદ આવે ,
સુખમાં કે દુ:ખમાં મને તો બસ એ જ યાદ આવે .
પ્રિય છે બધી ઋતુઓમાં વર્ષાઋતુ થોડીક વધારે ,
કારણ લાગણીમાં ભીંજાયા એ વાત યાદ આવે .
આકાશમાં કાળી વાદળીઓની વણઝાર જોઈને ,
એના ઝુલ્ફોમાં વિતાવેલી આખી રાત યાદ આવે .
સમીપ આવી વળગી પડી એક ઘટના ઘટ્યા બાદ ,
વીજળીના દરેક ચમકારે મને એ સ્પર્શ યાદ આવે .
ધોધમાર વરસાદ વરસવાનુ કારણ સમજાયુ દ્રુપ ,
ધરતીનો ઉકળાટ ઠારવા આભને ફરજ યાદ આવે .
-દ્રુપ