દિલમાં પ્રેમ છે અને રહેશે એ નક્કી છે ,
તમે મળો કે ના મળો રાહ જોવાનુ નક્કી છે .
પ્રેમમાં તો સેકંડો લોકો પાગલ થઈ ગયા ,
મારે તો અહી ડાહ્યા બની રહેવાનુ નક્કી છે .
બાહ્ય રૂપ રંગ જોઈ ક્યાં થાય છે પ્રેમ ,
આપને જોયા પછી આ વાત તો નક્કી છે .
નજર ટકરાઈને ઘાયલ કર્યો છે મુજને ,
આંખોથી તીર છોડયા આ વાત નક્કી છે .
મુલાકાત જીંદગીભરનુ સંસ્મરણ બની ,
પ્રેમ સિવાય કઈં નથી એ વાત નક્કી છે .
એક વાત કહુ તમે યાદ આવતા જ નથી ,
તમે ભુલાણા જ નથી એ વાત નક્કી છે .
જુની ક્ષણો યાદ કરુતો આંસુ આવે છે ,
લાગણીઓ પણ વહે છે એ વાત નક્કી છે .
-દ્રુપ
superb 👌
superb 👌
સજીયા જી.
અડધી રાતે અગર વંચાઈ જાય તમારી ગઝલું,
ઊંઘ ખોવાઈ જાય એ વાત નક્કી છે….