શૂન્ય પાલનપુરીની ખૂબ સરસ રચના
બહાર થી દેખાય એટલા…ભીતરથી રૂપાળા નથી હોતા !
સબંધો બધા તમે માનો છો…તેટલા હુંફાળા નથી હોતા !
ભૂલી જાઓ કે તમારો સૂર્ય…મધ્યાહને હતો એક દિવસ !
આથમતા સુરજ ના કંઈ…બહુ અજવાળા નથી હોતા !
અવગણના થાય તો…આંખ આડા કાન કરજો પ્રેમથી !
એવું ઘર ક્યાં મળે કે…જ્યાં લોહીઉકાળા નથી હોતા !
ઉંમર ભલે વધે પણ…અભરખા થોડા ઓછા રાખજો !
જપી જાવ હવે…પહેલા જેવા યૌવનના… ઉછાળા નથી હોતા !
અહમ ઘવાશે…ક્યારેક ઈગો પણ ટકરાશે આવેશમાં…
સ્વમાન સાચવજો…સહુ કંઈ સંયમવાળા નથી હોતા !
અફસોસમાં નીકળી જશે…આયખું આખું એમ ને એમ !
માણો મન ભરી…જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા !
મિત્રો ..! જીંદગી અને ગણિતને…જોડશો તો ખાશો ખત્તા !
*લેણદેણ* હશે તો લેશો…બાકી ‘ *શૂન્ય* ‘ ના સરવાળા નથી હોતા….!! 🎉
