કેમ છો મિત્રો, દરેક માણસ સ્વાદ નો દીવાનો હોય કોઈકને શાકાહારી ભોજન પસંદ હોય છે તો કોઈક માંસાહારના રસિયાઓ હોય છે. માંસાહારમાં પણ અમુકને ચીકન ભાવે છે અમુકને ફિશ ભાવે છે અને અમુકને મટન ભાવે છે તો કેટલાકને ઈંડા ની વાનગીઓમાં રસ પડે છે. મારો આજનો બ્લોગ જેમને ફિશ ભાવે છે એમના માટે છે.
વાત છે સુરત જિલ્લાના મહુવા તાલુકાના મીયાપુર ગામેની. મહુવા થી આશરે દોડથી બે કિલોમીટર અનાવલ રોડ ઉપર મીયાપુર ગામમાં હિતેશ પાતરા ફીશ નામની ફિશની શોપ છે. જેનું લોકેશન જાણવા નીચે ક્લિક કરો.
આ શોપમાં અલગ અલગ ફિશની વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને લોકો પાત્રા ફિશ ખાવાનું સૌથી વધારે પસંદ કરે છે. તમારા માંથી ઘણા ને ખબર હશે કે પાતરા ફીશ એટલે શું? અને કેટલાકને નહીં ખબર હોય પાત્ર ફીશ વિશે.
ટૂંકમાં આપને જણાવું તો પાત્રા ફિશ એ લીલા પાંદડામાં માછલીને બિલકુલ કાંટા વગરની કરીને એમાં વિવિધ પ્રકારના મસાલા અને લીલી શાકભાજી અને વ્યવસ્થિત પ્રમાણમાં સ્વાદિષ્ટ લાગે એટલું મીઠું અને શરીરમાં બિલકુલ પણ ચરબી જવા ન થાય એટલા પ્રમાણમાં એટલે કે નહીવત પ્રમાણમાં તેલ હોય છે એને પડીકું વાળીને દોરીથી બાંધીને એક મોટા તપેલામાં ચડાવીને વરાળથી બાફીને તૈયાર કરવામાં આવે છે અને ખાસ કરીને આ વાનગી ચૂલા પર જ બનાવવામાં આવે છે.
સ્વાદની તો હું તમને શું વાત કરું વાનગી નું વર્ણન કરતાં કરતાં જ મારા મોઢામાંથી લાડ ટપકવા માંડી છે. એટલે મિત્રો તમારે પણ આ જ અનુભવ કરવો હોય ને તો તમારે હિતેશભાઈ ની પાતરા ફિશ ખાવા માટે મીયાપુર તો આવવું જ રહ્યું.
અગર સુરતના મિત્રો આ પોસ્ટ વાંચી રહ્યા હોય તો એમને જણાવવાનું કે એક વખત વાંકાનેર વાલોડના રસ્તા સિવાય મહુવાના રસ્તે ફંટાઈ જજો અને મીયાપુર હિતેશભાઈ ને ત્યાં આ પાતરા ફીસ નો સ્વાદ ચાખ્યા વગર જતા નહીં.
હિતેશભાઈ ને ત્યાં પાત્રા ફિશ સિવાય નીચે મુજબની અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવે છે.
જે વાનગીઓમાં શેકેલું ચિકન,શેકેલી માછલી, જાડા રસા વાળી ફ્રાય માછલી, પાતળા રસાવાળી ફ્રાય માછલી, સાવ સુકી બિલકુલ રસા વગરની તવા ફ્રાય માછલી. પહાડી ફિશ, એકદમ સૂકા ઝીંગા. વગેરે જેવી વાનગીઓ ટેસ્ટ ફૂલ ગરમ ગરમ ચોખાના રોટલા અથવા તો ચોખાના પૂડા સાથે એકદમ ઘર જેવા વાતાવરણમાં પ્રેમપૂર્વક પીરસવામાં આવે છે.
મજાની વાત એ છે કે તમે હિતેશભાઈ ને ત્યાં ખાવા આવો તો તમને ખાવાનું હોટલ જેવું નહીં લાગે, તમને ખ્યાલ હોય તો બધી જ હોટલોમાં એક સરખો સ્વાદ આવતો હોય છે પણ હિતેશભાઈ ની દુકાને પાતરાફિશ જો તમે ખાઈ લો ને તો બીજી વાર તમે હોટલોમાં જવાનું ભૂલી જશો.
એટલે હું તમને ખાસ ખાસ ખાસ ખાસ કહું છું કે એક વાર મહુવા મિયાપુરના હિતેશભાઈ ને ત્યાં પાતરા ફીસ ખાવા અગર તમે નહીં આવો તો તમે ખરેખર બહુ પસ્તાશો એના કરતાં એકવાર અહીં આવીને ચાખી લો તો તમને અહીંની પાતરા ફિશ નો સ્વાદ મોઢામાં વસી જશે.
એટલે અગર તમે સુરતથી ડાંગમાં ફરવા નીકળો જેમ કે સાપુતારા ડોન વઘાઈ ગાર્ડન અને વિવિધ પ્રકારના ધોધ જોવા આવો તો અહીંયા માછલી ખાવા માટે આવજો હો ભૂલતા નહીં