ભગવાન બિરસા મુન્ડા
જન્મ તથા બાળપણ: ભગવાન બિરસા મુન્ડા નો જન્મ ઇ.સ. ૧૮૭૫ ની સાલમા ૧૫ મી નવેમ્બર, ગુરુવાર ના દિને તે સમયના બિહાર રાજ્યના છોટાનાગપૂર વિસ્તારના ઝારખંડ ક્ષેત્રના અતી પછાત ગામ ઉલેહાતુ ગામના મુંડા પરિવારમા થયો હતો. પિતાનુ મા સુગના અને માતાનુ નામ કર્મી હતુ. જે ખુબજ પછાત અને ડુંગરાળ વિસ્તાર હતો. ભુખ અને ગરીબી ના કારણે લોકો ના હાલ બેહાલ…