સમય હોય તો દિલની લાગણી રજુ કરવી છે,
થોડો સમય હોય તો અંગત વાત રજુ કરવી છે.
હુ નથી કહેતો કે બધુ ધ્યાન મારા પર જ આપ,
થોડુ ધ્યાન આપ તો દિલની ઉર્મિઓ વહેતી કરવી છે.
મુલાકાત માટે બે ચાર જેટલી ક્ષણો ફાળવી દે યાર,
નજરોથી નજર મેળવી જીંદગી જીવંત કરવી છે.
સુવાસ વગરના પુષ્પો જેવી હાલત થઈ છે મારી,
આપનુ મુખ જોઈ એમાં મારે સુવાસ ભરવી છે.
મંહેદી વાળા હાથ લઈ આમ સામે ના આવ તુ,
સમય આવ્યે મારે પણ મારી જીંદગી રંગીન કરવી છે.
માફ કરજે અનાદર કરુ છુ તારા આમંત્રણનો દ્રુપ,
તારી જેમ મારે પણ જન્ન્તની તૈયારી કરવી છે.
-દ્રુપ