મનને ક્યારેય બંધિયાર બનવા ન દો.
ઈશ્વર કહે છે કે…. તમારાં હ્રદય અને મનને ક્યારેય બંધિયાર બનવા ન દો. નવું, અજાણ્યું, જુદી જાતનું કશું જોઈને ગભરાઈ ન જાઓ. પોતાના અંતરમાંથી ઊઠતો અવાજ સાંભળવા માટે હંમેશાં સજ્જ રહો. તમારી સામે સાવ નવું, શબ્દોમાં કે આકારમાં ન બંધાય તેવું રહસ્ય ખૂલે તેવી અદ્ભુત પ્રેરણા માટે તૈયાર રહો. બુદ્ધિનું અભિમાન આધ્યાત્મિકતાના માર્ગ પર પાંગળું…