મનુષ્ય જોઈ એ છે
હાલની યોગ્ય અને ડાહી કહેવાતી સમાજવ્યવસ્થા જોઈતી નથી. સખત બાહ્યાચાર પળાવનારા ધર્મો જોઈતા નથી.કુબેરના ભંડાર જોઈતા નથી. મહાન સત્તા જોઈતી નથી. પરંતુ ખરો મનુષ્ય જોઈએ છે. ‘ સમગ્ર જગત બૂમ પાડી રહ્યું છે કે, અમારો ઉદ્ધારક મનુષ્ય કયાં છે? અમને એક ખરા મનુષ્યની જરૂર છે; પરંતુ આવા પુરુષને માટે તમે દૂર દૂર શોધશો નહિ,…