મા – બાપને ભૂલશો નહિ.
ભુલો ભલે બીજું બધું, મા-બાપને ભુલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. પથ્થર પૂજયા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનનાં કાળજા, પત્થર બની છુંદશો નહીં. કાઢી મુખેથી કોળીયો, મોંમાં દઈ મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહીં. હ હેતે લડાવ્યા લાડ તમને, કોડ સૌ પુરા કર્યા, એ કોડના…