શાંતિ પ્રાર્થના
હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ, શરણું મળે સાચું તમારૂં એ હ્યદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, ૫રમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો….(૧) વળી કર્મના યોગે કરીને જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભકિત કરે. લક્ષચોર્યાસી બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો….(૨)…