સુવાસ વગરના પુષ્પો જેવી હાલત થઈ છે મારી
સમય હોય તો દિલની લાગણી રજુ કરવી છે, થોડો સમય હોય તો અંગત વાત રજુ કરવી છે. હુ નથી કહેતો કે બધુ ધ્યાન મારા પર જ આપ, થોડુ ધ્યાન આપ તો દિલની ઉર્મિઓ વહેતી કરવી છે. મુલાકાત માટે બે ચાર જેટલી ક્ષણો ફાળવી દે યાર, નજરોથી નજર મેળવી જીંદગી જીવંત કરવી છે. …