ઈતિહાસમાં ચંગિજખાન ઘણા વિક્ર્મો સર્જીને, રૂઢિગત પરંપરા નાબૂદ કરીને તેમજ નવી જીવનશૈલી અપનાવીને, દૂરંદેશી સર્જક ટેમુજીને ચંગિજ ખાન ઉર્ફે ખાગાન બની એક નવી પરંપરા સ્થાપીને અમર બની ગયો.
ચંગિજ ખાન લુટારુ હતો, અત્યંત ક્રૂર, અને યુદ્ધખોર હતો. બાળપણથીજ યુદ્ધ લડવાનું શરૂ કરનાર ચંગિજ ખાન પાસેથી શીખાવાની બાબત એ છે કે એનૂ કામ યોજના બદ્ધ હતૂ, આજના જમાનાના શબ્દ મુજબ ગુડ મેનેજમેંટ અને પ્લાનિંગ સાથે રહેતું હતું.એની પત્ની બોરટે નું અપહરણ કરી જનાર દુશ્મન સરદારે તેણી પર બળાત્કાર કરતાં તે ગર્ભવતી બની હતી, ચંગિજ ખાને જુની વિચારધારા છોડીને એ બાળકને જન્મ અપાવીને સગા પુત્રની જેમ ઉછેરી વારસદાર પણ બનાવ્યો હતો.
એવું કહેવાય છે કે ચંગિજખાને ઈસ 1182 માં તલવાર ઊંચકી અને વર્ષ 1227 માં યુદ્ધ કરતા કરતા ઘોડા પરથી પડી જતા એનું મૃત્યુ થયું એના મૃત્યુ અંગે બીજી વાત પણ છે પરંતુ ઘોડા પરથી પડી જવાની વાત તર્ક બદ્ધ લાગે છે.
ચંગિજખાન લૂંટનો માલ પોતાના સૈનિકોમાં સરખા ભાગે વહેંચી દેતો હતો એનાથી સૈનિકોનો ઉત્સાહ વધતો હતો.
ભારતમાં મોગલ વંશ ની સ્થાપના કરનાર બાદશાહ બાબર ચંગિજખાનનો 15 મો વંશ જ હતો. ઔરંગઝેબ પછી મોગલ શાસન નબળું પડ્યું અને આખરી મોગલ બાદશાહ ઝફર અને તેના બે પુત્રોની અંગ્રેજોએ 1857 માં કતલ કરતા ચંગિજખાનના વંશનો અંત આવ્યો. ચંગિજખાન ભારતમાં પ્રવેશ્યો હતો પણ એક પણ ભારતીય શાસક સાથે યુદ્ધ કર્યું ન હતું.