પ્રેમથી રહ્યા છીએ હવે છળકપટ નહી ફાવે,
ખોટી રીતે થયેલી આ વાહવાહી નહી ફાવે.
તકલીફોનો ડુંગર માથે લઈને ફર્યો છુ હુ,
હવે આ સુખ સાહીબીની જીંદગી નહી ફાવે.
અમે તો આકાશમાં વિહરતા પારેવડા,
જમીન પર બેસી રહેવુ મને નહી ફાવે.
જો નહાવુ તો મધ દરિયે અંદર સુધી,
આ છબછબીયા આપણને નહી ફાવે.
પ્રેમ કરવો તો સાચો શુધ્ધ અને અંત સુધી,
દિલ સાથે રમવાનુ આપણને નહી ફાવે.
-દ્રુપ