ડાયરી હાથમાં લવ તો તમારી યાદ આવે છે ,
દરેક પાને અને લીટીએ તમારી યાદ આવે છે .
હસ્તાક્ષર કે કોઈ નિશાની નથી તમારી તેમાં ,
બસ પાના ફેરવાતા તમારી યાદ આવે છે.
વરસાદમાં પલળ્યા એ ઘટના છે પેલ્લે પાને ,
બસ આ ઘટના વાંચીને તમારી યાદ આવે છે .
ઝરમર વરસાદનો તેમાં થોડોક છે ઉલ્લેખ ,
બે ચાર છાંટા પડે ત્યાં તમારી યાદ આવે છે .
ભીના કપડા અને હુફાળા શ્વાસનુ છે વર્ણન ,
આ વર્ણન વાચુને તમારી યાદ આવે છે .
તમારી તસવીર રાખી છે ડાયરીના છેલ્લે પાને ,
ડાયરી પલટાવુને તમારી યાદ આવે છે .
-દ્રુપ