વાંચનાર ને બહુ બધુ વ્હાલ.
રાત્રીના 01:23 થયા છે જ્યારે હું મારા વિચારોને ડિજિટલ સ્વરૂપ આપી રહ્યો છુ.
આજની આ પોસ્ટ પણ મન, દિલ, પ્રેમ આકર્ષણ, ખુશી, સ્વતંત્રતા જેવા શબ્દોની આસપાસ રમવાની છે
મિત્રો, ઘણી વાર કોઈ અજાણ્યા કારણથી મન ઉદાસ રહેતું હોય છે. લાખ કોશિશ કર્યા બાદ પણ આપણે એ ઉદાસીનતા ને મટાડી શકતા નથી. કોઈ ખાસ કારણ વગર જ એક અલગ પ્રકારની હતાશા અને નિરાશા આપણને ઘેરી વળતી હોય એવું ક્યારેક આપણને બધાને મેહસૂસ થતું હોય છે. હસતાં ચહેરાની પાછળ એક ભિન્ન પ્રકારનો અજંપો આપણને જંપવા નથી દેતો હોતો. અજગરની જેમ કોઈક અજીબ પ્રકારની છૂપી ખામોશી અને ઉદાસીનતા આપણાં મન અને આપણાં શ્વાસોછવાસને ભરડો લઈ લેતી જણાતી હોય છે. અને અચરજની વાત એ કે એનાથી છૂટકારો મેળવવાનો ઉપાય કોઈ પાસે હોતો નથી.
પોતાની મેળે જે બંધન સ્વીકારે તે પ્રેમ અને સ્વતંત્રતાની ઇચ્છા રાખે તે આકર્ષણ : પ્રેમ આમ તો સ્વતંત્ર હોય છે પણ આપોઆપ તેમાં બંધન આવે છે.સામે વાળી વ્યાકતીને ગમે તે કરવું અથવા એને ગમે એમ કરવું એવી ભાવના પ્રેમ માં પડેલા વ્યક્તિના સ્વભાવમાં આપોઆપ વણાઈ જતી હોય છે, જે વ્યક્તિને આપોઆપ એક અલગ પ્રકારના બંધનમાં બાંધે છે. આવું વ્યક્તિ પહેરવેશ, આચાર વિચાર અને રહેન સહેન માં પણ પોતાના પ્રિયપાત્ર ને ધ્યાનમાં રાખતું હોય છે. આ રીતે તે automatically એક વિશિષ્ટ પ્રકારના બંધનમાં બંધાય છે. આથી વિરુદ્ધ કોઈ વ્યક્તિથી અંજાઈને મોહિત થયેલું વ્યક્તી આ બધી બાબતો થી દૂર જવા માગતું હોય છે એટલે કે સ્વતંત્રતા ઇચ્છે છે.
એ નથી સમજાતું કે દુનિયા ક્ષણીક સુખો ની પાછળ કેમ પાગલ છે. આજકાલ બધુ બધાને એકદમ instant કેમ જોઈએ છે. જે ક્ષણીક છે એ ક્યારેય પણ શાશ્વત નથી બનતું, એથી ઊલટું એ નાશવંત છે. પ્રેમની અને લાગણી ની બાબત માં પણ આજકાલ આવુજ થઈ ગયું છે, ફટાફટ પ્રેમ કરીને લોકો ફટાફટ છૂટા પણ થઈ જાય છે. જેમ મજબૂત ઇમારતને બનતા વાર લાગે છે. તેજ રીતે સંબંધ અને પ્રગાઢ પ્રેમ ને પાંગરતા પણ સમય લાગે છે.
સાલું જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી સાથ આપતા રહેવાની વાત તો દૂર રહી અહિયાં તો લોકો એ વાતનું વચન આપતા પણ ગભરાય છે. જિંદગી માં ક્ષણીક એટલે કે temporary વાળી વ્યવસ્થાનો જે ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે એ બંધ થવો જોઈએ. હંગામી આકર્ષણ ના પ્રભાવમાં લોકો જેટલા જલ્દી નજીક આવે છે એટલા જ જલ્દી છૂટા પણ પડી જાય છે. આથી ઊલટું પ્રેમ શાશ્વત છે, અમર છે. અવિનાશી છે.
a love must be trusted and must be time tested, સમય સાથે બધુ ખબર પડી જતું હોય છે. સમયની એરણે જે સંબંધ ટકે, survive કરે એજ સાચો સંબંધ, એજ સાચો પ્રેમ.
આવીજ અવનવી પોસ્ટ નિયમિત આપની સમક્ષ લઈને આવવાની મારી કોશિશ રહેશે.
આપના વિચારો આપ કમેંટ બોક્સ માં રજૂ કરી શકો છો.
પોસ્ટ ગમી હોય તો મિત્ર વર્તુળ માં શેર કરી મારો ઉત્સાહ વધારવા વિનંતી.