અમે પાણીમા પલળ્યા પણ ખરા અને કોરા પણ રહી ગયા,
એ જીવનમાં આવ્યા પણ ખરા અને અમે એકલા પણ રહી ગયા.
પ્રેમ નામનો રોગ ક્યારે લાગુ પડી ગયો કાંઈ ખબર જ ના પડી,
સારવાર સફળ પણ નીવડી અને અમે બીમાર પણ રહી ગયા.
જવાબદારીના આવરણ વચ્ચે હાલત દેતવા જેવી થઈ મારી,
બહારથી ઠરયા પણ ખરા અને અંદરથી સળગતા પણ રહી ગયા.
બીજાનાં થતા પહેલા મંહેદીવાળો હાથ લગાડ્યો તો મને,
ગાલને રંગ લાગ્યો પણ ખરો અને અમે બેરંગ પણ રહી ગયા.
ઈશ્વરરૂપી મંજિલ સુધી પહોચવાનો રસ્તાનુ નામ છે પ્રેમ,
રસ્તો મળ્યો પણ ખરો અને અમે મંજિલ વિનાના પણ રહી ગયા.
-દ્રુપ