Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

ભરબજાર માથી બાઈક ની દિલધડક ચોરી

Posted on June 12, 2021June 13, 2021 By kamal chaudhari No Comments on ભરબજાર માથી બાઈક ની દિલધડક ચોરી

*😄😄લાફિંગ કોર્નર😄😄*

*સાંજે પાંચ વાગ્યે બજારમાં ભીડ જોવા મળી. આ ભીડ વચ્ચે, પતિ-પત્ની એકબીજા સાથે જાહેરમાં ઝગડતાં હતાં અને લગભગ 200 લોકો રસપૂર્વક જોતાં હતાં! કેટલાંક તેનો વીડિયો બનાવવામાં મશગૂલ હતાં…!*

*વાત કંઈક એવી હતી કે, પત્ની પતિને જીદ કરી રહી હતી કે, તમે આજે કાર ખરીદો; હું તમારી બાઇક પર બેસીને બેસીને કંટાળી ગઈ છું…*

*પતિએ કહ્યું: “ગાંડી, આમ, દુનિયા સામે મારો તમાશો ન કર. મને મોટરસાયકલની ચાવી આપી દે…”*

*પત્ની: “ના, તમારી પાસે આટલા પૈસા પણ છે. આજે તમારી પાસે કાર હશે તો હું ઘેરે આવીશ…!”*

*પતિ: ” ઓ.કે. હું કાર ખરીદીશ પણ અત્યારે તો મોટરસાયકલની ચાવી આપ.*

*પત્ની: “હું ચાવી આપીશ નહીં!”*

*પતિ: “કંઈ નહીં તો હું તાળું તોડું છું.”*

*પત્ની: “ભલે,તોડી નાખો પણ ન તો તમને ચાવી મળશે કે ન તો હું સાથે આવીશ!”*

*પતિ: “એ કંઈ વાંધો નહીં, ન આવતી..” કહી તાળું તોડવા લાગ્યો… લોકોએ પણ તાળું તોડવામાં મદદ કરી! લોકોની મદદથી મોટરસાયકલ ખોલીને…*

*બાઇક પર બેસીને પતિએ કહ્યું: “તું આવે છે કે હું જાઉં…?*

*ત્યાં ઉભેલા સમજદાર લોકોએ પત્નીને સમજાવ્યું કે જાવ, આવી બાબતમાં તમારો ઘરસંસાર ન બગાડો.*

*પછી, પતિએ પ્રોમિસ આપ્યું કે, તે બાઇક વેચીને તાત્કાલિક કાર ખરીદશે. બંને વચ્ચે સમાધાન થતાં ચાલ્યાં ગયાં…*

*વાત અહીં પુરી થતી નથી…*
*અડધા કલાક પછી, તે જ જગ્યાએ પાછી ગિરદી થઈ…*
*લોકો ખીચોખીચ ભરાય છે …*
*એક કાકા ચીસો પાડી રહ્યા હતા કે…*
*”ડુપ્લીકેટ ચાવીથી કોઈ મોટરસાયકલ લઈ તે સમજ્યા પણ, ઘોળા દિવસે જાહેરમાં આટલા બધાં માણસોની હાજરીમાં તાળું તોડીને કોઈ મારું મોટરસાયકલ ચોરી ગયું તોય કોઈ બોલ્યું નહીં…!!!*

*બજારમાં સન્નાટો છવાઈ ગયો…*

Uncategorized Tags:ગુજરાતી જોક્સ

Post navigation

Next Post: અંબાણી પરિવાર 27 માળની ‘એન્ટિલિયા’ ના ઉપરના માળે કેમ રહે છે? નીતા અંબાણીએ તેનું કારણ જણાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010073
Users Today : 2
Views Today : 5
Total views : 29732
Who's Online : 0
Server Time : 2025-05-16

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers