Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

મા – બાપને ભૂલશો નહિ.

Posted on November 27, 2022 By kamal chaudhari No Comments on મા – બાપને ભૂલશો નહિ.

ભુલો ભલે બીજું બધું, મા-બાપને ભુલશો નહીં.

અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં.

પથ્થર પૂજયા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું.

એ પુનિત જનનાં કાળજા, પત્થર બની છુંદશો નહીં.

કાઢી મુખેથી કોળીયો, મોંમાં દઈ મોટા કર્યા,

અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહીં. હ

હેતે લડાવ્યા લાડ તમને, કોડ સૌ પુરા કર્યા, એ કોડના પુરનારના, કોડ પુરવા ભુલશો નહીં.

લાખો કમાતા હો ભલે, (પણ) મા-બાપ જેના ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભુલશો નહીં.

સંતાનથી સેવા ચાહે ચાહો, (તો) સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભુલશો નહીં.

ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એની અમીમય આંખને ભુલી ભીંજવશો નહિ.

પુષ્પો બીછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં.

ધન ખરચતા મળશે બધું, માતા-પિતા મળશે નહીં. જગ જીવન એના ચરણની ચાહના ભૂલશો નહીં

ધાર્મિક-આધ્યાત્મિક Tags:મા બાપને ભૂલશો નહિ, મા બાપને ભૂલશો નહિ ગુજરાતી

Post navigation

Previous Post: કોઈપણ રોકાણ વિના કમાઈ શકો છો મહિને 50 હજાર રૂપિયા
Next Post: મંગળ મંદિર ખોલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010063
Users Today : 5
Views Today : 10
Total views : 29695
Who's Online : 0
Server Time : 2025-05-14

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers