વરસાદ આવ્યોને તારી યાદ આવી ગઈ,
છાંટા માટીમાં પડ્યાને સુગંધ આવી ગઈ.
ભુતકાળને વાગોળવાનુ શરૂ કર્યુ ત્યાં તો,
પેલી મુલાકાતની ક્ષણો યાદ આવી ગઈ.
ઉત્સાહ ભેર મળ્યા શબ્દોની આપ લે વગર,
નજર ટકરાણી એ ઘટના યાદ આવી ગઈ.
મંદીર-મસ્જીદનાં ચક્ક્રર છોડ્યા લોક સેવા માટે,
આ રીતે આરતી અને ઈબાદત સાથે આવી ગઈ.
પ્રેમ થયો કે નહી એ ખબર નથી પણ,
બસ જીંદગી જીવવાની મજા આવી ગઈ.
-દ્રુપ