શબ્દોમાં લજ્જા રાખે છે નજર આસપાસ રાખે છે ,
મારા દિલની ચોરી કરીને એનુ ખાસ ધ્યાન રાખે છે .
પ્રસંગો છે અમારી વચ્ચે લાગણી વિનિમયના બે ચાર ,
મનગમતી આ ખુબસુરત ક્ષણો મને જીવંત રાખે છે .
રિસાઈ જાય છે નાની અમથી વાતમાં એ સાબિતી છે ,
આ ચંચળ યુવતી પ્રેમ સિવાય ઘણુ મનમાં રાખેછે .
ચિંતા ક્યાંથી હોઈ મને મારી કોઈપણ પરીસ્થિતિમાં ,
એ પણ હવે પોતાના કરતા વધારે મારુ ધ્યાન રાખે છે .
દરીયામાં ડૂબવાની બીક નથી રહી દ્રુપ એના કારણે ,
રોજ ડૂબુ છુ જે ખંજનોમાં એ ગુલાબી ગાલોમાં રાખે છે .
-દ્રુપ
Mst
Jordar