લાગણીઓ છે ભરપુર પણ ક્યાં જઈ રજુ કરૂ ,
શબ્દોના સમુદ્ર છે અંદર એને ક્યાં જઈ રજુ કરૂ .
કહેવુ છે ઘણુ બધુ અને સાંભળવુ પણ છે ઘણુ ,
મળે જો એકાંત તો આ બધુ તુજ સમક્ષ રજુ કરૂ .
વાદળાઓ જેમ રેડી દે છે પાણી બધુ ધરા ઉપર ,
બસ એ જ રીતે મારુ અંગત જીવન રજુ કરૂ .
વર્ષોથી રાહ જોઈ રહ્યો છુ તારી મુલાકાત માટે ,
ક્ષણ પુરતુ ધ્યાન આપ તો આ દિલનો હાલ રજુ કરૂ .
દિલની હેરાફેરીમાં સમય બગાડવો નથી આપણે ,
શબ્દો બોલ્યા વગર આંખોથી પ્રેમની ગઝલ રજુ કરૂ .
-દ્રુપ