કોમ્પુટરના નીચે મુજબ ત્રણ પ્રકાર છે.
૧. Analog Computer (એનેલોગ કોમ્પ્યુટર):-
જે કોમ્પુટર માપ પરથી જવાબ તૈયાર કરે તેને Analog Computer કહેવાય છે. દા.ત. રિક્ષાનું મીટર. રિક્ષાએ જે અંતર કાપ્યું હોય તે મુજબ કિ.મી. દીઠ ભાડું ગણી શકાય છે. આવા કોમ્પ્યુટરની ચોકસાઈ , ડીજીટલ કોમ્પ્યુટરનાં પ્રમાણમાં ઘણી ઓછી હોય છે. આવા અમુક કોમ્પ્યુટરનાં ઉદાહરણ સ્લાઈડ રૂલ , વર્નીયર કેલીપર , થર્મોમીટર , સ્પીડોમીટર , રડાર વગેરે છે.
૨. Digital Computer (ડીજીટલ કોમ્પ્યુટર):-
ચોક્કસ સંખ્યાની મદદથી ગણતરી કરી શકે એવા કોમ્પ્યુટરને Digital Computer કહેવાય છે. અથવા જે કોમ્પુટર ગણતરીનાં સિધ્ધાંત ઉપર કામ કરે તેને Digital Computer કહેવાય. દા.ત. કેલ્કયુલેટર. તેની મદદથી સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે કરી શકાય છે. હાલમાં ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટર ડીજીટલ કોમ્પ્યુટર છે. તેમાં બાયનરી નંબર સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ડીજીટલ કોમ્પ્યુટરને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે.
Special Purpose Computer ( ખાસ હેતુ માટેના કોમ્પુટર):-
આ કોમ્પુટરની રચના કોઈ ખાસ કાર્ય કે પ્રક્રિયા માટે જ કરવામાં આવે છે. તેમાં જરૂરી સૂચનાઓને આંતરિક વિભાગમાં સ્ટોર કરી રાખવામાં આવે છે. અમુક કમાન્ડ આપવાથી આ સૂચનાઓ વડે તરતજ પ્રોગ્રામનો અમલ કરાવી શકાય છે. અવકાશ ક્ષેત્રે સંશોધન, રોકેટની સ્પીડ નક્કી કરવી, મિસાઈલનું નિશાન નક્કી કરવું, વગેરે કાર્ય માટે આ કોમ્પુટર વપરાય છે.
General Purpose Computer ( સામાન્ય હેતુ માટેના કોમ્પુટર):-
આવા કોમ્પુટરની રચના વિવિધ પ્રકારના કાર્યો માટે કરેલી હોય છે.આ કોમ્પુટરમાં સૂચનાઓને ઈનપુટમાંથી વાંચી અને તેની ઇન્ટરનલ મેમરીમાં જરૂર હોય ત્યાં સુધી સાચવી રાખવામાં આવે છે. એક કામ ચાલુ હોય તે દરમ્યાન મળતા ઇનપુટને ઇન્ટરનલ મેમરીમાં સ્ટોર કરી રાખવામાં આવે છે અને આ કાર્ય પૂર્ણ થાય એટલે નવી સૂચનાને પાછી ઇન્ટરનલ મેમરીમાંથી વાંચી અને તેના પર કાર્ય કરવામાં આવે છે. આ કોમ્પુટરનો ઉપયોગ પે-બીલ બનવવા, ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં, સેલ્સ રીપોર્ટ તૈયાર કરવા, પ્રિન્ટ કરવા, વગેરે જેવા વિવિધ કાર્યો માટે કરવામાં આવે છે.
૩. Hybrid Computer ( હાયબ્રીડ કોમ્પુટર):-
જે કોમ્પુટરની રચના Digital અને Analog એમ બંને સિદ્ધાંતોનો સમન્વય થયેલ હોય તેને Hybrid Computer કહે છે.
તેની રચના સમજવા માટે હોસ્પિટલના I.C.U. નો દાખલો લઈએ. જેમાં દર્દીના હદયના ધબકારા માપવા, ટેમ્પરેચર નોંધવા માટે એનેલોગ ડિવાઈસ લગાવેલી હોય છે. આમ, માપને અમુક અંકમાં ફેરવીને કોઈ ડીજીટલ ડિવાઈસમાં સપ્લાય કરવામાં આવે છે. જેની મદદથી દર્દીના ચિહ્નોને સ્ક્રીન પર ડિસ્પ્લે કરી શકાય છે, અને જરૂર જણાયે તરત જ તેની સાથે જોડેલ ટર્મિનલની મદદથી અન્યને તેની જાણ કરી શકાય છે.