ખોરાકમાં અમુક બાબત વિશે સંભાળ રાખીને ગર્ભવતી બાળકને ધારે તેવું ઘડી શકે છે. બાળકને સુંદર બનાવવા માટેનો એક ઉપાય પ્રચલિત છે. બાવળની કૂણી પાંદડીઓને છાયામાં સૂકવી એનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. ગર્ભ રહ્યાની ખાતરી થાય ત્યારે એટલે કે લગભગ દોઢેક માસે રોજ સવાર-સાંજ એક ચમચી ચૂર્ણ મધ સાથે લેવું અને ઉપર દૂધ પીવું. આ પ્રયોગ ચાર માસ સુધી કરવો. દોઢ માસે બાળકની ચામડી આકાર લે છે એટલે એ સમયે જ આ ચૂર્ણ લેવાય તો એની ચામડીના રંગ ઉપર અસર થાય. કેટલાકને આ પ્રયોગથી સફળતા મળી છે, એટલે જેનાં માતા- પિતા શ્યામ હોય અને રૂપાળું બાળક ઇચ્છતાં હોય તેણે આ પ્રયોગ કરી જોવા જેવો છે.
ચોથે મહિને ગર્ભનું હૃદય ઉત્પન્ન થાય છે, માટે એ મહિનામાં સારી સાત્ત્વિક ઇચ્છાઓ કરવી. સદવર્તન રાખવું ને ઊંચા સંસ્કારો પડે તેવું વાંચન કરવું અને વિચારવું તેથી બાળક ભાવનાવાળું બને છે.
પાંચમા મહિને ગર્ભનું મગજ ઉત્પન્ન થાય છે. તે વખતે બદામનો આથો અથવા તો પલાળેલી બદામ લેવામાં આવે તો ગર્ભના મગજને સારું પોષણ મળે છે. જે પાછળથી નથી બનતું તે આ વખતે સંભાળ લેવાથી બને છે.