બાળકને રમવા ૨કમડાં આપવાં, પણ એકસાથે ઘણાં ન આપી દેવાં. ત્રણ-ચાર રમકડાં એની આજુબાજુ મૂકી રાખવાં. રમકડાંમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે તે અણીદાર, ધારવાળાં, કાચા રંગનાં, વનજદાર કે નાના ટુકડા થઈને મોંમાં જાય તેવાં ન હોવાં જોઈએ. આ ઉપરાંત, રમકડાં ધોઈ શકાય તેવાં હોવાં જોઈએ, જેથી બાળક મોંમાં નાખે તો મેલ પેટમાં ન જાય. અણીવાળાં રમકડાં આંખમાં વાગી જવાનો ડર રહે છે. કાચા રંગવાળાં રમકડાંનો રંગ મોંમાં જાય ને વજનદાર રમકડું પડે તો ગમે ત્યાં વાગી બેસે એટલે બાળકનાં રમકડાં ખરીદતી વખતે અને એને રમવા આપતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
બાળકને રમકડાં આપી દેવાથી તે શાંતિથી રમે છે.
જો બાળક ડાબોડી એટલે કે કોઈ પણ ચીજ પકડતાં કે કાંઈ કામ કરતાં ડાબો હાથ જ ઉપયોગમાં લેતું હોય તો એ માટે એને ના ન પાડવી, પણ જમણા હાથનો ઉપયોગ કરવા ઉત્તેજન આપવું.