વિચારોને બળવાન રાખો. 🧠💪
GOOD MORNING,
વાંચનાર અને વંચાવનારને શિવરાત્રી ની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઈશ્વર કહે છે……
જ્યારે તમે પ્રેમ અને સમજને વહેવા દો છો ત્યારે તે તમને સેંકડો ગણા થઈને પાછા આવી મળે છે. નફરત અને નકારાત્મકતા નું પણ કઈક આવજૂ છે. મતલબ કે જે તમે દુનિયાને આપશો એજ તમને પાછુ આવી મળશે એ પણ ચક્રવૃદ્ધિ વ્યાજ ના દર સાથે. જે તત્વ તમારી અંદર એટલેકે આત્માના ઊંડાણમાં રહેલું છે તેજ તમારા વ્યવહારમાં અને તમારા બહારના જગતમાં પ્રતિબિંબિત થશે.
તમારો અસંતોષ કે અણગમો તમે ઝાઝો સમય સુધી છુપાવી શકશો નહીં કારણકે પેટાળમાં રહેલા જ્વાળામુખી ની માફક એ ગમે ત્યારે ફૂટી નીકળશે, અને બહારના વાતાવરણ એટલેકે તમારા જીવનમાં વિવિધ પ્રકારની પીડા વાળી પરિસ્થિતી નું નિર્માણ કરશે.
આવુ થતું અટકાવવાનો શ્રેષ્ઠ અને ઝડપી રસ્તો એ છે કે તમારું દ્રષ્ટિબિંદુ એટલેકે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ બદલો. (નોંધ: વેબસાઇટ નું નામ ભલે ઓલ ઇન ગુજરાતી ડોટ કોમ છે પણ આપણી માતૃભાષા સમજવા થોડું ઇંગ્લિશ પણ લખવું જરૂરી છે). 🤩🤩
નકારાત્મકતા અને નફરત રૂપી ઝેર ભરેલા વિચારોને વાતચિત અને શુદ્ધ પ્રેમ અને સમજ ભરેલા વિચારોથી રોકો. નકારાત્મક વિચારો કરવામાં મગ્ન રહીને પોતાનું અને તમારા loved ones નું વર્તમાન અને ભવિષ્ય ન બગાડો.
પોતાના દુખ ઉપર વધારે વિચાર કરી કરીને વધુ દુખી થવામાં સમય ના બગાડો, પણ તે દુખ દૂર કઈ રિતે થશે તે દિશામાં પ્રગતિકારક વિચારો.
યાદ રાખજો પરીવર્તન ઘડીના છઠ્ઠા ભાગમાં શક્ય છે, બસ તમારા વિચારો બળવાન હોવા જોઈએ.
STAY BLESSED, STAY MOTIVATED.
Truth. Liked it. Happy Shivratri 🙂
આભાર અંકિત ૨૬ લિટર લોહી વધી ગયું. આમજ ઉત્સાહ વધારતા રહેવા વિનંતી.