આજે શુદ્ધ ગુજરાતીમાં લખવાનો કોઈ ઇરાદો નથી, અસસલ દક્ષીણ ગુજરાતનાં લહેકા માં લખીશ આજે તો.
કોઈ હું કેહે એ વિચારવામાજ અડધી જિંદગી ખર્ચાઈ ગઈ. લોકો મારા હારુ હું વિચારહે કે હું માનહે એવું વિચારવામાં મે ગાંડો થેઇ ગિયો. લોકોએ કરેલા અપમાનના કડવા ઘૂંટડા મે પીતોજ ગિયો. લોકોનો સ્વાર્થ અને અને લોકોનો ગુસ્સો મે નિભાવતોજ ગિયો. આવી બધી પ્રવૃત્તિ ને લીધે મારા આનંદ માં કોઈ વધારો થિયો ની, મે ઊલટાનો વધારે દુખી રેવા લાયગો.
મઝામાં રેવું ઓહે કે વધારે મઝામાં રેવું ઓહે તો મારે જિંદગી જીવવાની રીત બદલવી પડહે. મારે એક વાત ધ્યાનમાં રાખવી પડહે કે મે કઈ બી બદલા તો ઇનો સખત વિરોધ થહે અને એ વિરોધ સહન કરવાની તાકાત મારામાં જોઈહે. અને એ તાકાત એટ્લે મારા ખુશ રેવાની ગેરંટી.
મારે ખુશ રેવા હારુ ફરિયાદ કરવાની ટેવ છોડવી પડહે, બિલોરી કાચ લઈને ફર્યા કરતો હતો ત્યાં હુધી બધામાં કઈ ને કઈ ભૂલ મને દેખાતી અતી. નીચે મે જે બી લખતો છુ એટલા લક્ષણો જો તારામાં દેખાય ને તો એને તાત્કાલિક છોડી દેજે, બળાપો એટલેકે અદેખાઈ, પોતાની જાત ને ઓછું માનવું, સતત ગિલ્ટિ ફીલ કરે, કોઈ દિવસ કોઈના દિલ થી વખાણ ની કરે, કે કોઈને અભિનંદન ની આપે, કે કોઈ ના અભિનંદન સ્વીકારે ની, જે જોઈતું હોય તે માગે ની, કોઈને બી વ્હાલ કે લાડ કે પ્રેમ કરવાની capacity ની મલે, કોઈ આપણને પ્રેમ કરતું હોય તો તેનો પ્રેમ સ્વીકારવાની capacity ની મલે, આ બધુ કે આમાથી કઈ બી જો તારા જીવનમાં ઓહે તો ઘણું બધુ બદલવું પડહે.
મજામાં રેવું બો અઘરું છે. બો મહેનત માગે તેવું કામ છે. એક આસમાન તૂટી પડે તો તું ગમે તેમ કરી લેહે, પણ જેના સાતે સાત આસમાન તૂટી પડેલા ઓહે તે હું કરહે??
નિરાશાનો source રોજના જીવનમાં આપણને જે પછડાટ મળે ને, તેજ ઓઇ હકે. અને એ પછડાટ મારા તારાથી થયેલી નાની કે મોટી ભૂલો ને લીધેજ મલે, પણ એ ભૂલો માથી કઈ ને કઈ નવું હિખતા રેવું જોઈએ.
આપણી આજુબાજુ ના લોકો પ્રયત્ન કરીયે તેને ની પણ આપણી સફલતા કે નિષ્ફળતા થી જ આપણને માપતા છે. આ લોકો જીવનમાં નવા જોખમ લેતા બો બીએ. ધંધાનું જોખમ, જૂના સબંધો તોડીને નવા બનાવવાનું જોખમ. કેટલાક તો પહેલા જોખમ લેવાનો વિચાર કરે ને પછી પાછા એમ હો વિચારે કે એ મારો વિચાર વ્યાજબી અતો કે કેમ.
દસ ફૂટનો ઘેરાવો ઓય તેવા ઊંડા ખાડા પરથી કૂદી ને જવામાં જોખમ તો ખરુજ તો. પણ એ જોખમ ને પહોચી વળવાની તાકાત કેળવવા માટે બીજું બધુ કરી હકીએ. જોખમ ઘટાડવા હારુ 5-5 ફૂટના બે ખાડા કુદવાની try કરીએ ઇનો કોઈ મતલબ નથી. આવા લોકો દૂધ થી દાઝેલા ઓય એટ્લે છાશ હો ફૂક મારી મારીને પીએ, એવા લોકો થી જોખમ લેવાય ની. ને એવા લોકોના નસીબ માં પાછા બીજી વાર છાશ થી દાઝવાનું લખાયેલું ઓય.
પેલી કેવત છે તો ખરી , ” હિમ્મત એ મર્દા તો મદદે ખુદા”
છેલ્લે એટલુજ કેવા માગું, કે make sure કોઈ પૂછે કેમ છે, તો તારો જવાબ સાચો હોવો જોઈએ કે ” મજામાં છુ”