Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form

મારું જીવન એ જ મારો સંદેશ

Posted on November 16, 2023November 16, 2023 By Drupesh Sajiya 2 Comments on મારું જીવન એ જ મારો સંદેશ

 મારું જીવન એજ મારો સંદેશ

        ગાંધીજીનું આ વાક્ય નિરાશા અને નકારાત્મક વિચારોથી ઘેરાયેલા એક યુવાનનાં જીવનમાં કેવા બદલાવ લાવી દે છે તે વિશેની વાત  અહી રજુ કરવી છે .

અનિકેત નામનો એક યુવાન પોતાના કોઈ કામ સબબ ચાલીને જઈ રહ્યો હતો . ચાલતા ચાલતા તેની નજર શહેરની એક સરકારી ઈમારતની બાઉન્ડ્રી વોલ પર પડી. આજકાલ સરકારી ઈમારતની બાઉન્ડ્રી વોલ પર ચિત્રકારો દ્વારા મોટા ચિત્રો દોરવાની સ્પર્ધા યોજાતી હોય છે . જેમાં બેટી બચાવો , જળ બચાવો , સ્વચ્છ ભારત તેમજ યુગ પુરુષો એ કહેલા સુવાક્યો પણ હોય છે આવું જ એક ગાંધીજીનું ચિત્ર તેમજ સુવાક્ય દીવાલ પર હતું.

પરંતુ એ ચિત્રની આગળના ભાગમાં એક ફૂટપાથ પર બેસેલું એક ફકીર વૃદ્ધ દંપતી ત્યાં પોતાની ઘરવખરીનો પોતાનો થોડોક સામાન લઈને બેઠેલો હતો . અતિશય વૃદ્ધ દેખાતી સ્ત્રી ત્રણ પથ્થરની વચ્ચે સાઠીકા અને લાકડા નાખીને અગ્ની પ્રગટાવેલ હતો . તે પથ્થરો પર અતિશય કાળી થયેલ ઘોબાવાળી તપેલી મુકેલી હતી . જેમાં તે સ્ત્રી કંઇક ભોજન રાંધતી હોય એવું લાગી રહ્યું હતું . કદાચ તપેલીમાં રહેલા ભોજન હલાવવા માટે તેની પાસે ચમચો નહિ હોય એટલે બાજુમાં રહેલ ઘટાદાર લીમડામાંથી તોડેલી નાનીડાળી થી તે સ્ત્રી તપેલીમાં રહેલા ભોજનને હલાવતી હતી .

અનિકેત તો એ જોઈને ચકરાય ગયો કે મારી પાસે તો ઘર છે , સારા કપડા છે , શિક્ષણ છે , તો પણ નકારાત્મક વિચારોને લીધે તે કેટલો દુખી રહે છે . જ્યારે આ વૃદ્ધ સ્ત્રી પાસે તો નથી ઘર નથી પુરતા વાસણો તો પણ તેના ચહેરા પર એક પણ નિરાશા કે દુખની રેખા જોવા મળતી નથી . હજુ અનિકેત આ વિચારમાંથી બહાર નથી આવ્યો ત્યાં તો તેની નજર આ ફકીર દંપતીના વૃદ્ધ હસતા ચહેરા વાળા પુરૂષ પર પડી . તે વૃદ્ધ તૂટેલી કાથરોટમાં લોટ બાંધતો હતો ,કાથરોટ નું નિરિક્ષણ કરીયે તો તે અત્યંત ઘોબાવાળી અને બે ત્રણ જગ્યાએ ચીરા પડેલી હતી . તેની બાજુમાં એક રેડિયો વાગતો હતો જેના સ્પેરપાર્ટ છુટા નાં પડી જાય એટેલે એ માટે ચીથરાથી બાંધેલો હતો તેનું એન્ટેના પણ વાકુચુકું હતું . આ પરિસ્થિતિ માં આ અતિશય ગરીબ વૃદ્ધ દંપતી ગીતની મજા લઈને પોતાના માટે થોડીક રસોઈ બનાવતા હતા .

અનિકેત વિચારતો હતો કે આ વૃદ્ધ દંપતી નાં ચહેરા પર ઉંમર ની લીધે કરચલીઓ જરૂર છે પણ દુખ અને ગરીબી ની કરચલીઓ લેશમાત્ર દેખાતી નથી . આ વૃદ્ધ દંપતી બાઉન્ડ્રી વોલ પર રહેલ ગાંધીજી નું ચિત્ર અને તેમનું વાક્ય સાર્થક કરતા હોય એવું લાગી રહ્યું હતું “ મારું જીવન એજ મારો સંદેશ “

 

 

Uncategorized Tags:Gandhiji, mahatma, maru jivan ej maro sandesh, satyaghatna, મારું જીવન એ જ મારો સંદેશ, રાષ્ટ્રપિતા, સત્ય ઘટના

Post navigation

Previous Post: નવું વર્ષ શરૂ કરવા માટે કેટલાક સૂચનો
Next Post: ભગવાન શિવના તેજનું અનાવરણ: ધનદીપ

Comments (2) on “મારું જીવન એ જ મારો સંદેશ”

  1. Sneha Patel says:
    November 16, 2023 at 8:30 pm

    nice

    Reply
  2. Sneha Patel says:
    November 16, 2023 at 8:30 pm

    nice

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010438
Users Today : 6
Views Today : 13
Total views : 30551
Who's Online : 0
Server Time : 2025-06-25

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers