મેથી એ પશ્ચિમ એશિયા, ભારત, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ યુરોપમાં મળી આવતું મૂળ ઔષધિ છે. તેના ઘણા સ્વાસ્થ્ય ફાયદા છે, ખાસ કરીને ધાવણ કરાવતી માતાઓ માટે.મેથી, માસિક દરમ્યાન થતો દુખાવો ઘટાડે છે, ડાયાબીટીસ ને નિયંત્રણ માં લાવે છે, કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે,અને જલ્દી આવતા વૃધત્વને રોકે છે વગેરે.
- પ્રશ્ન: શું મેથી ધાવણ કરાવતી માતા અને તેના બાળક માટે સલામત છે? જવાબ: મેથી ધાવણ કરાવતી માતા અને તેના બાળક માટે સંપૂર્ણ સલામત છે.?
જો કે ડાયાબીટીસ ધરાવતી મહિલા, સગર્ભા મહિલા, જે મહિલાને મગફળી તથા ચણાથી એલર્જી હોય,અને હાયપોથાઈરોડીઝમ હોય તેવી મહિલા એ ડોક્ટરની સલાહ પછી જ મેથી ને આહારમાં લેવું જોઈએ.
- પ્રશ્ન: શું મેથી ધાવણનાં પ્રવાહમાં વધારો કરે છે?
જવાબ: મેથી એ જાણીતું કુદરતી Galactagogue ( ખોરાક જે સ્તન દૂધનાં પ્રવાહને વધારે છે) છે, આ ઔષધિ માતાના ધાવણનાં ઉત્પાદનમાં વધારો કરે છે વર્ષોથી મેથીનાં દાણા તથા પાંદડા ધાવણ કરાવતી માતામાં સ્તન દૂધનાં વધારા માટે ઉપયોગ થાય છે.
મેથીમાં Phytoestrogen હોય છે જે મહિલા માં જોવા મળતા હોર્મોન Oestrogen જેવો હોય છે જે સ્તનનાં ધાવણની નસને વધવા માટે ઉત્તેજિત કરવામાં આવે છે.
તેમાં Diosgenin નામનું સંયોજન હોય છે જે ધાવણ કરાવતી માતાના દૂધનાં પ્રવાહમાં વધારો કરે છે.
મેથીને અલગ અલગ રીતે નીચે મુજબ લઇ શકાય છે.
૧. પલાળેલા મેથીનાં દાણા
૨. મેથીના અંકુરિત બીજ
૩. મેથીની ચા
૪. કઢીમાં ઉમેરીને
- પ્રશ્ન: મેથી કેટલી જલ્દી સ્તન દૂધમાં વધારો કરે છે?
જવાબ: ઘણી માતાઓમાં ૧ થી ૩ દિવસમાં જ મેથી ખાવાથી સ્તન દૂધનાં પ્રવાહમાં વધારો થાય છે.
જો કે કેટલીક માતાઓને ૨ અઠવાડિયા જેટલો સમય થઇ શકે છે, કારણ કે બધી મહિલાનાં શરીર અલગ અલગ હોય છે.
- પ્રશ્ન: મેથીનું સેવન ક્યાર સુધી કરવું જોઈએ?
જવાબ: એક વાર ધાવણનાં પ્રવાહમાં જોઈએ એટલો વધારો થઇ જાય પછી મેથીનું સેવન બંધ અથવા ઓછું કરી દેવું જોઈએ.
- પ્રશ્ન:મેથી કેટલી માત્રામાં લેવી જોઈએ?
જવાબ: ૧. પાણી સાથે: ૩-૪ ગ્રામ મેથી
૨. પાવડર તરીકે: અડધી થી એક ચમચી
૩. ચા: ૧ કપ ચા
- પ્રશ્ન: મેથી ની આડઅસર થઇ શકે છે?
જવાબ:
૧. કેટલાક બાળકને પાતળા ઝાડા , ખરાબ પેટ, પેટ ફૂલી જવું થઇ શકે છે.
૨. સગર્ભા સ્ત્રી માટે સલામત નથી.
૩. સુગર લેવલ ઘટી શકે છે.
૪. જે મહિલાને મગફળી તથા ચણાથી એલર્જી હોય તેમણે મેથી થી એલર્જી થઇ શકે છે.
- પ્રશ્ન: ધાવણનાં પ્રવાહમાં વધારો કરવા માટે મેથીના સેવનમાં શું સાવચેતી રાખવી?
જવાબ: વધુ પડતું સેવન ટાળવું , તેના કારણે પેટમાં દુખાવો, અથવા આડઅસર જેવી કે બ્લડ સુગર ઘટી જવું, પાતળા ઝાડા થવા, ગર્ભાશયનું સંકોચન વગેરે થઇ શકે છે.
- પ્રશ્ન: શું મેથી દરેક માતા માટે અસર કરે છે?
જવાબ: મેથી માતાના ધાવણનાં પ્રવાહમાં વધારો કરે છે પરંતુ તે દરેક માતા માટે અસર કરે એ જરૂરી નથી. નવી માતામાં ધાવણ ઓછું થવાનાં કારણોમાં ઘણા કારણો હોય શકે છે જેમ કે, ઓછુ પોષણ ,સ્ટ્રેસ, હોર્મોન્સમાં અસંતુલન , બરાબર ધાવણ કરાવતા આવડતું ન હોવું. જો આ કારણોનો ઉકેલ લાવવામાં આવે તો મેથી દ્વારા માતાના ધાવણનાં પ્રવાહમાં વધારો કરી શકાય છે.
મેથી વિષે વધુ જાણવા અહી ક્લિક કરો.