આ છબછબીયા આપણને નહી ફાવે
પ્રેમથી રહ્યા છીએ હવે છળકપટ નહી ફાવે, ખોટી રીતે થયેલી આ વાહવાહી નહી ફાવે. તકલીફોનો ડુંગર માથે લઈને ફર્યો છુ હુ, હવે આ સુખ સાહીબીની જીંદગી નહી ફાવે. અમે તો આકાશમાં વિહરતા પારેવડા, જમીન પર બેસી રહેવુ મને નહી ફાવે. જો નહાવુ તો મધ દરિયે અંદર સુધી, આ છબછબીયા આપણને નહી ફાવે….